Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રૈયા ગામે ફૂલછોડ- રોપા વિતરણ

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સાર્વજનિક સેવા સમિતિના સંયુકત  ઉપક્રમે રૈયા ગામ ખાતે ડો.જીવરાજભાઈ મહેતા શાળા નં.૮૯માં શિક્ષણ સમીતીના ચેરમેન અતુલભાઈ પંડીતના માર્ગદર્શન હેઠળ રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડો.અલ્પેશભાઈ મોરજરીયા, શ્રીમતી દુર્ગાબા જાડેજા, હિરેનભાઈ ખીમાણીયા, શિક્ષણ સમિતિના સભ્ય તેજસભાઈ ત્રિવેદી, નાગજીભાઈ વરૂ, જયદિપસિંહ જાડેજા, રાજુભાઈ જુંજા,  ગોવિંદભાઈ બાંભવા, સતીષભાઈ ચાવડા, દર્શનભાઈ પંડયા, રાજુભાઈ ત્રિવેદી, સોનલબેન ડાંગરીયા, કરણ જુંજા, હિરેનભાઈ દુધાત્રા, મોમભાઈ બાંભવા, નારણભાઈ લાંબરીયા, વિનુભાઈ પરમાર, વિજયભાઈ પુરોહિત, શાળાના આચાર્ય ભાવેશભાઈ વગેરે ઉપસ્થિત  રહ્યા હતા.

(3:08 pm IST)