Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

લોઠડા-પિપલાણા-પડવલા ઈન્ડ. એસો. દ્વારા વૃક્ષારોપણ-વેકસીનેશન કેમ્પ

રાજકોટઃ. લોઠડા-પિપલાણા-પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ જયંતિભાઈ સરધારાની આગેવાનીમાં ઉપર મુજબના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, સાવનભાઈ ધડુક, રા.મ્યુ.કો.ના પાર્ટી નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોટડા સાંગાણી તા.પં. પ્રમુખ અરવિંદભાઈ સિંધવ, કારોબારી ચેરમેન ધીરૂભાઈ કોરાટ, તા.પં. સદસ્ય મગનભાઈ બારૈયા, કોટડા સાંગાણી, તા. ભાજપ પ્રમુખ જસમતભાઈ સાંઘાણી, રા.જી. ભાજપ આગેવાન નરેન્દ્રસિંહ જાડેજા, રા.તા.પ. ઉપપ્રમુખ વલ્લભભાઈ મકવાણા, ગોંડલ ડી.વાય.એસ.પી. પ્રતિપાલસિંહ ઝાલા, કોટડા સાંગાણી, મામલતદાર જે.એસ. વસોયા, પીએસઆઈ કનારા, વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, ભાયાસર સરપંચ વજુભાઈ મારૂ, પડવલા, સરપંચ મજબુતસિંહ જાડેજા, આગેવાનો મહેન્દ્રસિંહ ગોહિલ, મયુરસિંહ જાડેજા, પીન્ટુભા જાડેજા, નાથુભાઈ આણદાણી, અશોકભાઈ ટીલવા સહીતના મહેમાનોની હાજરીમાં વૃક્ષારોપણ, વેકસીનેશન કેમ્પ, માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. વૃક્ષારોપણ માટે એસોસીએશનની અપીલને વધાવતા જે.કે. ઈન્ડસ્ટ્રીયલ ઝોનના નીચે મુજબના ઉદ્યોગકાર મિત્રો પ્રવિણભાઈ સોજીત્રા (ઓમ ટેકનોકાસ્ટ), શૈલેષભાઈ ઢોલરીયા (વાસુદેવ એગ્રો), નાથાભાઈ ડોબરીયા (ધનરાજ ફાઉન્ડ્રી), જયદીપભાઈ વસોયા (ધનેશ મેટલ), ધર્મેશભાઈ ડાવરીયા (ગણેશ બોકસ), વિશાલભાઈ (વિજય સેન્ટ્રીંગ), જતિનભાઈ (કોન્ટ્રાકટર), બીપીનભાઈ સોરઠીયા, હિતેષભાઈ સોરઠીયા (ગ્લોરીયસ પમ્પ), ભાવેશભાઈ (શિવમ સ્ટીલ ડેકોર), દક્ષેશભાઈ (પ્રેસીયસ પીન), નરેન્દ્રભાઈ (શ્યામ સ્નેપ ડેકોર), કનુભાઈ ડોબરીયા (દર્શન ફાઉન્ડ્રી), નીલેશભાઈ વીરાણી (લકઝરીયા પેઈન્ટ), ભગવાનજીભાઈ ભુત (રામદેવ ફાઉન્ડ્રી), અમિતભાઈ ચોવટિયા (ડસ્ટર હાર્ડવેર), પ્રીયંકભાઈ ખુંટ (ક્રિએટીવ કેબલ), અશોકભાઈ ઘેલાણી (સીઓન કાસ્ટીંગ), કાનાભાઈ પડારીયા (આશુતોષ ઈન્ડસ્ટ્રીઝ) અને ગ્રામજનોએ ૨૫૦૦થી વધારે વૃક્ષોનું દાન જાહેર કરેલ હતું. લોઠડા-પિપલાણા-પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના અને રાજકોટ જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સંયુકત ક્રમે યોજેલ વેકસીનેશન કેમ્પમાં આ ઉદ્યોગ વિસ્તારના ૪૦૦ કામદારોએ વેકસીનનો ડોઝ અપાવેલો. તેમજ જે.કે. ગ્રુપના સહયોગથી ૫૦૦૦ એન-૯૫ માસ્ક વિતરણ કરાવેલ છે. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જયંતિભાઈ સરધારાએ કરેલ અને લોઠડા-પિપલાણા-પડવલા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનની કામગીરીની માહિતી વર્ણવી હતી. ત્યારબાદ એસો.ના આગેવાનો દ્વારા આમંત્રીત મહેમાનોનું માસ્કના પેકેટ અને બુકેથી સ્વાગત કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એસોસીએશનના પ્રમુખ જયંતિલાલ સરધારા, ઉપપ્રમુખ સંજયભાઈ કાછડીયા, મંત્રી ભાવેશભાઈ બાલધા, ખજાનચી વિઠ્ઠલભાઈ બુસા, કીરીટભાઈ લીંબાસીયા, મયુર વસોયા, બ્રીજેશ પટેલ, નીલેશ મોલીયા, ચેતન કોઠીયા, ગૌરાંગ રૈયાણી, કમલેશ મોવલીયા, પ્રતાપ રામોલીયા, કમલેશ પટેલ, વિમલ ટાઢાણી, સંજય પડારીયા, અમિત ખુંટ, શીવાભાઈ નસીત, બકુલ જોષી, જતીન ગઢીયા, પ્રીયંક ખુંટ, નીશાંત નસીત, ગામના સરપંચ અશ્વિન કુકડીયા, માવજીભાઈ વઘેરા, રાજુ ડાવરા, કેશુભાઈ ખોયાણી, નાજાભાઈ ટારીયા, ખેતાભાઈ ટોળીયા, અજીતભાઈ ભલુર, બોદુભાઈ ભલુર, વિઠ્ઠલભાઈ સુરાણી, રઘુભાઈ કુકડીયા, અશોક કુકડીયા, રાજદીપ સોજીત્રા, જયદીપ સોજીત્રા, જયદીપ સોલંકી, હરેશ વોરા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવેલ.(૨-૧૫)

(3:06 pm IST)