Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મહિલા ITI રાજકોટ રોજગાર ભરતી મેળો

૧૪ કંપનીઓમાં ર૩પ ઉમેદવારોએ ઇન્ટરવ્યુ આપ્યા : ૧૬ર પસંદઃ પ્રિન્સીપાલ રાજ વ્યાસના નેતૃત્વમાં યોજાયો ભરતી મેળો

રાજકોટ : મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટ (સીટી) ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ સંસ્થાના પ્રિન્સીપાલ રાજ વ્યાસના જણાવ્યા મુજબ આ રોજગાર ભરતી મેળામાં ૧૪ કંપનીઓ ઉપસ્થિત રહેલ. પ્રિન્સીપાલ તથા સ્ટાફ દ્વારા અગાઉથી જ જહેમત ઉઠાવી વધુને વધુ જરૂરીયાતમંદ ઉમેદવારોનો સંપર્ક કરી તેમને ઉપસ્થિત રહેવા જણાવતા ર૩પ જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા ઉમેદવાર તથા કંપનીનું સંકલન કરી આપવામાં આવતા ૧૬ર જેટલા ઉમેદવારો પસંદગી પામ્યા હતા જેમાં મોટાભાગના મહિલા ઉમેદવાર પસંદગી પામ્યા હતા જે ગૌરવની વાત છે. પ્રસ્તુત તસ્વીર રોજગાર ભરતી મેળાની ઝલક. 

(3:04 pm IST)