Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ભુપેન્દ્ર રોડ, શ્રીસ્વામિનારાયણ મુખ્ય મંદિર -Anchor રાજકોટ ખાતે ભવ્ય હિંડોળા ઉદઘાટન તેમજ મુખ્યમંત્રીશ્રીના ૬૫માં જન્મદિને અભિવાદન કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રીશ્રીએ પોતાના જન્મદિન નિમિત્તે આરતી કરી બદ્રિ પૂજન, શિવ પૂજન કર્યું

રાજકોટ તા. ૩ સોમવારના રોજ ગુજરાત રાજ્યના સંવેદનશીલ, સરળ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિવસે મુખ્યમંત્રીશ્રીના સુસ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દક્ષિણ દેશના ત્રણેય ટેમ્પલ બોર્ડ (ગઢડા, જુનાગઢ, વડતાલ)ના તમામ સંતો વતી ત્રણેય બોર્ડના ચેરમેન પૂ.દેવનંદનસ્વામી (જુનાગઢ), પૂ. દેવપ્રકાશસ્વામી (વડતાલ) પૂ. હરિજીવનસ્વામી (ગઢપુર), પૂ. માધવપ્રિયસ્વામી (SGVP છારોડી), પૂ. નૌતમપ્રકાશ સ્વામી (ચેરમેન સાધુસમાજ)પૂ. હરિચરણ સ્વામી, પૂ. રાધારમણ સ્વામી (કોઠારી રાજકોટ), પૂ. વિવેકસાગરસ્વામી (બાલાજી મંદિર), પૂ. બાલમુકુન્દસ્વામી (સરધાર), પૂ. પૂર્ણપ્રકાશસ્વામી (ગુરુકુળ રાજકોટ), પૂ.નારાયણસ્વરૂપસ્વામી, પૂ.ચંદ્રપ્રકાશસ્વામી (રાજકોટ), પૂ. કે.પી. સ્વામી (દ્વારકા), પૂ. નારાયણપ્રિયસ્વામી (કાલવાણી), પૂ. જે. પી. સ્વામી (જામજોધપુર), પૂ. ભક્તિસ્વામી (ખીરસરા) સહિતના તમામ સંતોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે એક અભિવાદન કાર્યક્રમનું સાંજે ૪:૦૦ થી ૫:૦૦ દરમિયાન સુંદર આયોજન કર્યું હતું.

 મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આવેલ 200 વર્ષ જૂની શ્રીહરિની પ્રસાદીની અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીના વચનથી નિષ્કંટક બદરીવૃક્ષની પૂજા, આરતી કરી, શિવનું પુજન, શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન, નીલકંઠવર્ણીનો અભિષેક, મહાપૂજા દર્શન, પૂજનઆરતીનો લાભ લીધો હતો..

 આ તકે મંદિરના કોઠારી શ્રી રાધારમણ સ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું, તેમજ પૂજ્ય માધવપ્રિયસ્વામી, પૂ. નૌતમપ્રકાશ સ્વામી, પૂજ્ય હરિજીવનસ્વામીએ તમામ સંતોવતી માનનીય મુખ્યમંત્રીશ્રીને "શતં જીવેમ શરદમ" તેમજ નિરામય આયુષ્યની શુભકામના પાઠવી હતી. આ તમામે તમામ પદાધિકારી, રાજદ્વારી મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ ચેતનભાઈ રામાણીજૂનાગઢના મેયરશ્રી ધીરુભાઈ ગોહેલ સહિતના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી.

(12:20 pm IST)