Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ગાયનું દૂધ અને દેશી ગોળના છંટકાવથી શાકભાજી-ફળફૂલમાં સારો ફાયદો

ગૌભકત ભરતભાઇ પરસાણા દ્વારા ઓર્ગેનીક ખેતી અંગે યોજાઇ શીબીરઃ ગામોગામના ખેડુતોએ જાત અનુભવો વર્ણવ્યા

રાજકોટઃ જાણીતા ગૌભકત ભરતભાઇ પરસાણા દ્વારા ઓર્ગેનીક ખેતી કરતાં ખેડુત શીબીરનું આયોજન કરેલ. જેમાં નાના સગપર ગામનાં ખેડુત અને છેલ્લા ૬ વર્ષથી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા અશોકભાઇ ઠુમ્મરે જાત અનુભવો વર્ણવ્યા હતા. ૩૦ વિઘા જમીનમાં શાકભાજી, મગફળી, હળદર, ઘઉં, તુવેર, ચંદન, સાગ જેવા ઇમારતી વૃક્ષો સહિત વિવિધ પાકોનું વાવેતર કરી રહ્યાં છે. તેમાં મગફળીનાં દેશી ધાણાનું સીંગતેલ વેચાણ સીધું કરવું શરૂ કરી દીધેલ છે. તેઓ પાયાનાં ખાતર તરીકે ગાયનું છાણીયું ખાતર, જીવામૃત, ધન જીવામૃત, ગૌ કૃપા અમૃતમ બેકટેરીયાનાં છંટકાવ માટે રપ૦ મીલી ગાયનું દુધ ૧૦૦ ગ્રામ દેશી ગો, ૧૦૦ મીલી હીંગનું દ્રાવણ છાંટે છે. અશોકભાઇ ઠુંમર પોતાનો માલ ખાનારનાં ઘર સુધી પહોંચાડે છે. એટલે વચેટીયાનો નફો નીકળી જાય છે. કોરોના આવ્યા પછી ઓર્ગેનીક માલની ડિમાન્ડ વધી છે. આ ચીંતન શીબીરમાં ખેત પેદાશનાં વેચાણનો બહોળા અનુભવ ધરાવતાં પ્રવિણભાઇ આસોદરીયાએ ખેડુતોને જણાવ્યું કે ભાષણથી કોઇનું પેટ ન ભરાય માત્ર ખેત પેદાશોનું ઉત્પાદન કરવાથી ખેડુતોનું ભલુ થવાનું નથી. જો આપની 4P નાં સૂત્રોથી કામ કરશું તો ચોકકસ નવી દિશા મળશે 4P ની જાણકારી આપતા પ્રવિણભાઇ એ કહ્યું કે આપણી ખેત પેદાશો વર્ષોથી આપણાં બાપ-દાદા વેચાણ કરતાં આવ્યા છે. જેમાં ખરીદનાર આપણાં પાકનો ભાવ નકકી કરેલ છે. પરંતુ 4P એટલે કે PRODUCTION, PROCESS, PACKING, PRICE  આપણે નકકી કરી શકીશું. એક વખત પોતાનાં માલનો ભાવ નકકી કરતો થશે, ત્યારે ખેડુતની આવકમાં ચોકકસ વધારો થશે. વધુમાં માર્કેટીંગ કેમ કરવું તેની સરળ સમજ આપણા કહ્યું કે, ખેડુતોએ ગામમાં ખરીદી કરવી અને ગામમાં વેચાણ કરવું. સૌએ સાથે મળી અસર-પરસ ખેડુતો પાસેથી ખરીદી કરીને એક પ્રકારની હુંફ આપવાનો પ્રયાસ કરવા તેઓએ શેખ આપેલ. જામકંડોરણા તાલુકાનાં ભાદરા ગામનાં ખેડુત હિતેષભાઇ ઘણાં વર્ષોથી શાકભાજીની ખેતી કરી રહ્યાં હતાં ત્યારે તેમણે કહ્યું કે હું ખાતરનો અતીરેક ઉપયોગ કરતો હતો જે હવે ધીમે ધીમે ઘટાડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યો છું. હું હંમેશા ઓફ સીઝનમાં શાકભાજીનું વાવેતર કરીને સીઝનનાં પ્રારંભમાં વધુ ભાવ મેળવું છું. તેથી રર વિઘા જમીનમાં ૩૦ લાખનું વેચાણ કર્યું હતું. ગૌભકત ભરતભાઇ પરસાણા એ જણાવ્યું હતું કે હું તો સુખી સંપન્ન પરીવારમાંથી આવું છું પણ મારો આત્મા ખેડુત માટે કામ કરવા પ્રેરાઇ રહ્યો હોવાથી સતત ખેડુતનાં ખેતરો સુધી પહોંચીને ખેડુતોને સારી અને સાચી માહિતી મળતી રહે તેવા વકતાઓને બોલાવીને પ્રચાર-પ્રસાર કરવાનાં કામ કરી રહ્યો છું. આ તકે તેઓએ ફળફૂલ શાકભાજીમાં દસ દિવસના ગાળે બે વખત રપ૦ મીલી ગાયનું દૂધ અને ૧૦૦ ગ્રામ દેશી ગોળનો છંટકાવ ખૂબ અસરકારક રહેતો હોવાનું જણાવેલ.

(11:44 am IST)