Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

કોરોનાના કાળાકેર વચ્ચે રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં સરાજાહેર ધમધમતી ગુજરીબજાર

વખતોવખત 108 અને 100 નંબર પણ ફસાઈ છે : મ્યુનિ,તંત્રને જાણ કરવા છતાં આંખ આડા કાન !! જાહેરમાં ધમધમતી બજાર ક્યારે બંધ કરાવશે ??

રાજકોટ : શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં  કોરોના કહેર વચ્ચે સોમવારે ગુજરી બજાર ધમધમી રહી છે વારંવાર આ ગુજરી બજાર બંધ કરાવવા તંત્રને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી ટ્રાફિકમાં 108 સો નંબર પણ ફસાય છે હાલ જોવા વળતા લોકો બહારથી વેચવા આવે છે રોડ પર બેસી વેચે છે અને વધારે ટ્રાફિક સમસ્યા થાય છે

 

 આરએમસીની ઘોર બેદરકારી છે આવી આટો મારી હાલ્યા જાય છે પણ કોઈ બંધ કરાવતા નથી રોડ રસ્તા પર બેસે છે કોઈની માલિકીની જગ્યા નથી
આરએમસી ને નહી દેખાતું હોય કે દર સોમવારે આટલું ટ્રાફિક હોય છે છતાં કોઈ ઉકેલ નથી આવ્યો રખડતા ઢોરને પકડવા છે પણ રોડ પર બેસવા વાળાને કોઈ કંઈ કહેતા નથી લોકોમાં ચર્ચા થાય કે આર એમ સી ની ભૂલ છે અરજી કરેલ છતાં કેમ બંધ કરાવતા નથી 
આ વિસ્તારમાં એક પણ કેસ નથી આ વિસ્તારમાં કેસ આવવા મળશે ત્યારે તંત્ર જાગશે? એ મોટો સવાલ થઇ રહ્યો છે

(11:51 pm IST)