Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

સમસ્યાનો ઉકેલ મનમુખીથી નહિ : ગુરૂમુખીથી થાય : પૂ. મોરારીબાપુ

તલગાજરડામાં ''માનસ સમરથ'' ઓનલાઇન શ્રી રામકથાનો વિરામ : હવે પછીની કથા કયાં થશે એ માટે થોડી પ્રતિક્ષા કરવા પૂ. મોરારીબાપુની અપીલ

રાજકોટ, તા., ૩: પૂ.મોરારીબાપુના વ્યાસાસને તલગાજરડાના શ્રી પીઠોરીયા હનુમાનજી મંદિરે પૂ. મોરારીબાપુના વ્યાસાસને ગઇકાલે રવિવારે ઓનલાઇન શ્રીરામ કથા 'માનસ સમરથ' એ વિરામ લીધો હતો.

આ તકે પૂ. મોરારીબાપુએ કહયું હતું કે હવે પછીની કથા કયા કયા થશે, કયારે એ માટે થોડી પ્રતિક્ષા કરો કારણ કે મારા ગુરૂનો આદેશ થશે એ મારો ખુણો કહેશે કે તરત કારણ કે મારો માલીક કોઇ ઓર છે. આ કથાનું સુકૃત-સુફળ પીઠોરીયા હનુમાનજીના ચરણોમાં અર્પણ થયું.

પૂ. મોરારીબાપુએ ઓનલાઇન શ્રી રામકથાના વિરામના દિવસે ગઇકાલે કહયું હતું કે કયારેક જ્ઞાનદીપ પર સંજોગો ઉભા થાય તો બોલવું છે અમુક લોકો બોલે છે એ મૌલીક નહી પણ મૌનીક હોય છે મનથી થાય, મનમાની કરતા હોય એવું.

ઘણા માની લે છે કે હું બળવાન છું, બુધ્ધિવાન છું પણ સમસ્યાનો ઉકેલ મનમુખીથી નહી ગુરૂમુખીથી થાય, મૌનીક વચન એ મૌલીક નથી, ઉધાર છે મનમાં આવ્યુંને ફેંકયું.

આથી ઇશ્વરમાં ઇચ્છાનું આરોપણ કરવું હોય તો હાર્દિક બનો, તુલસીના વિવિધ ગ્રંથોમાં સમગ્ર તુલસી દર્શનમાં સમર્થ કોણ-કોણ છે એ જણાવાયું છે એ મુજબ રામ, શંકર, હનુમાન, લક્ષ્મણ , વિશ્વામિત્ર, રામનાથ, સહસ્ત્રબાહુ, રામભગત, ભિષ્મપિતા, દ્રોણાચાર્ય, જનક, સુર્ય, અગ્નિ, ગંગા આદિ સમર્થ છે.

બાલકાંડની આ બે  પંકિતઓને કેન્દ્રમાં રાખીને પીઠોરીયા હનુમાનજી સન્મુખ ચાલતી રામકથાના, નવમા પુર્ણાહુતીના દિવસે પૂ. મોરારીબાપુએ એક સવાલના જવાબમાં જણાવ્યું કે સ્વતંત્ર થાઓ પણ સ્વચ્છંદ ન થાઓ, કામદેવ સ્વતંત્ર છે પણ જયારે એ જ કામ સ્વચ્છંદ બને ત્યારે પતનનું કારણ બને છે.(૪.૧૫)

પૂ. મોરારી બાપુની અપીલથી અયોધ્યા રામમંદિર માટે ૧૮.૬૧ કરોડ એકત્ર

રાજકોટ, તા. ૩ : પૂ. મોરારીબાપુએ અયોધ્યામાં શ્રી રામ મંદિર માટે ફાળો એકત્ર કરવાની અપીલના પગલે રૂ. ૧૮.૬૧ કરોડ એકત્ર થયા છે.  પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે રામમંદિર માટે મારા વિનયથી જો પોતાના તુલસીપત્ર રૂપી દાન અર્પણ કયુૃ છે. જેમાં દેશ-વિદેશથી અસંખ્ય ભાવિકો જોડાયા હતાં.

યુ.કે. અને યુરોપમાંથી ૩ કરોડ ઉપરાંત, અમેરિકા કેનેડામાંથી રૂ. ૪.૧૦ કરોડ રૂપિયા દાન આવ્યું છે.

આવી રીતે કુલ રૂ. ૧૮.૬૧ કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યુ છે.  જેમાં રૂપિયા એકનું દાન આપનાર તથા રૂ. ૧ કરોડ સુધીનું દાન આપનારા સૌ મારા માટે સમાન છે. અને શ્રી રામ ભગવાન અને શ્રી હનુમાનજીના આર્શિવાદ પ્રાપ્ત થશે તેવી પ્રાર્થના હું કરીશ.

આ તમામ રકમ ત્રણ દિવસ બાદ અયોધ્યામાં શ્રી ઠાકુરજી પાસે પહોંચી જશે. મોરારીબાપુએ જણાવ્યું હતું કે આ તમામ રકમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સહિતનાની ઉપસ્થિતિમાં યોજાનાર શિલાન્યાસ કાર્યક્રમ પહેલા પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવા જયંતિભાઇને જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે જણાવ્યું કે કોના-કોના નામ લઉં કારણ કે એક રૂપિયા કે એક કરોડ બન્ને સરખા મહત્વના છે. ઠાકુર, પરમાત્મા રામ અને હનુમાનજીની આપના પર વિશેષ કૃપા વરસે. ભારતમાં એકઠા થયેલા પૈસા મંગળવારે બેન્ક ખૂલતા જ અથવા પાંચ તારીખ અયોધ્યામાં ભૂમિપૂજન પહેલા રામજન્મભૂમિ ટ્રસ્ટના ખાતામાં ટ્રાન્સફર થઇ જશે. વિદેશના પૈસા આ ટ્રસ્ટને નિયમ મુજબ મંજુરી મળે એટલે તરત જમા થશે ત્યાં સુધી સલામત હાથોમાં સોંપુ છું.

આ માટે હરીશચંદ્ર જોષી, ભારતમાં નિલેશભાઇ, જેન્તીભાઇ ચાંદ્રા, પાવનભાઇ અને ટીમ તથા નરેશભાઇ અને ટીમને સાધુવાદ, સદારામ પ્રિય હો સાથે પ્રસન્નતા વ્યકત કરી હતી.

શ્રીરામ મંદિર બનાવવા મારી આંતરીક ઉર્જાનો હિસ્સો

રાજકોટઃ સોશ્યલ મીડીયામાં પત્રકાર રજત શર્મા સાથેની મુલાકાત દરમિયાન પૂ. મોરારીબાપુએ કહયું હતું કે અયોધ્યામાં શ્રીરામ મંદિર બનાવવા માટે મારી આંતરીક ઉર્જાનો હિસ્સો જેટલો હશે એટલો બીજાનો ન પણ હોય.

(3:41 pm IST)