Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

કાલથી ર લાખ ૮ર હજાર કાર્ડ હોલ્ડરોને ઘઉં-ચોખા-ખાંડ તેલના વિતરણની શકયતાઃ સંખ્યાબંધ દુકાનોમાં માલની અછત

તો અમૂક દુકાનોમાં સ્ટોક હાઉસફુલઃ દુકાનદારોની રજુઆત છતાં પુરવઠા તંત્રએ કશું ઉકાળ્યું નહિં... ચ ણા (ર કિલો) કેન્દ્રના વિતરણ વખત ૧પ કે ર૦ તારીખ બાદ અપાશેઃ અનેક NFSA કાર્ડ હોલ્ડરોને પુરવઠો મળતો નથીઃ દેકારો

રાજકોટ તા. ૩: આવતીકાલથી રાજકોટ શહેરની ર૩૦ સહિત જીલ્લાની કુલ ૭પ૦ રેશનીંગ દુકાનો ઉપર ગરીબ કાર્ડ હોલ્ડરોને ૩ાા કિલો ઘઉં-૧ાા કિલો ચોખા-ખાંડ ઉપરાંત વધારાની ૧ કિલો ખાંડ અને ૧ લીટર તહેવારો સંદર્ભે રાહત ભાવે કપાસીયા તેલનું વિતરણ શરૂ થવાની શકયતા હોવાનું સાધનો ઉમેરી રહ્યા છે.

સાતમ-આઠમના તહેવારો આવી રહ્યા હોય, ૧ લીટર તેલ અને ૧ કિલો ખાંડ વધારાના રાહતભાવે અપાશે, અને આ માટે સૂચનાઓ પણ અપાઇ છે.

આ વિતરણ પુરૃં થશે એટલે તા. ૧પ કે ર૦ ઓગષ્ટ બાદ કેન્દ્ર સરકારના ઘઉં-ચોખા અને ગયા વખતના અને આ વખતના થઇને ર કિલો ચણા વિનામૂલ્યે અપાશે.

પરંતુ કાલથી રાજય સરકારનો જે જથ્થો આપવાનો છે, તે નિયત કરેલા ભાવ મુજબ અપાશે, આ માટે દુકાનદારોને પરમીટ પણ લેવાઇ છે, અને સરકારે૧ લીટર કપાસીયા તેલ આપવા સંદર્ભે દુકાનદારો પાસે તેલના પૈસા ભરાવાયા હોય તેનું વીતરણ પણ પૈસા લઇને જ  બીપીએલ-અંત્યોદય કાર્ડ હોલ્ડરોને અપાશે, જો કે સરકારે રાહત ભાવમાં જે ભાવ નકકી કર્યો છે તે ચાર્જ વસૂલી કાર્ડ હોલ્ડર દીઠ ૧ કિલો તેલ અને ૧ કિલો વધારાની ખાંડ અપાશે.

કાલથી ર લાખ ૮ર હજાર બીપીએલ-અંત્યોદય અને NFSA કાર્ડ હોલ્ડરોને કાલથી પુરવઠા તંત્ર વિતરણ કરશે.

પરંતુ આ વિતરણ સંદર્ભે રાજ કોટના સંખ્યાબંધ દુકાનદારોમાં ભારે દેકારો છે, અનેક દુકાનો ઉપર પૂરતો માલ પહોંચ્યો નથી, તો અમૂક દુકાનોમાં સ્ટોક હાઉસફુલ છે, જથ્થો ઉતારવાની જગ્યા નથી, આ બાબતે દુકાનદારોએ પઁુરવઠાને રજુઆતો કરી પણ બધુ બહેરા કાને અથડાયું છે.

એટલું જ નહીં રાજકોટમાં અને જીલ્લામાં સંખ્યાબંધ NFSA કાર્ડ હોલ્ડરોને પુરવઠાના વિતરણનો લાભ મળતો ન હોવાની બૂમો છે, આનું મોટું કારણ આ લોકો APL-1 કાર્ડ ધરાવે છે, અને સરકાર BPL-અંત્યોદય કાર્ડ હોલ્ડરોને જણસી આપતી હોય ખરેખર આ ગરીબ કે મધ્યમ વર્ગ સુધી પુરવઠો પહોંચતો નથી અને તેનો લાભ અમુક લેભાગુ દુકાનદારો લેતા હોય છે.

(3:18 pm IST)