Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી બહાર નીકળનારા સહિત જાહેરનામા ભંગ બદલ પંચાવનની ધરપકડ

ટુ-વ્હીલરમાં ત્રીપલ સવારી અને રીક્ષામાં બેથી વધુ પેસેન્જર બેસાડી નીકળનારા ચાલકો પણ ઝપટે ચડયા

રાજકોટ તા. ૩: કોરોના વધુ વકરી રહ્યો છે શહેરમાં ચિંતા વધી રહી છે. ગઇકાલે અનલોક-૩ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં હજુ પણ પોલીસ દ્વારા લોકડાઉનનું ચૂસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. છતાં પણ કેટલાક લોકો જાગૃત થવા તૈયાર થોતા નથી. જેમાં પોલીસે અલગ અલગ વિસ્તારનાં કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારનાં કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં બીન જરૂરી ઘરની બહાર નીકળનારા ર૪ લોકો તથા ટુ વ્હીલરમાં ત્રીપલ સવારી અને રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડી નીકળનારા ચાલકો સહિત પપ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

અનલોક-૩ લાગુ થયું છે ત્યારે શહેરના કેટલાક વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા અટકાવવા માટે તંત્ર દ્વારા કન્ટેનમેન ઝોનમાં હજુ ચૂસ્ત લોકડાઉનનું પાલન કરાવવામાં આવે છે અને જાહેરનામા ભંગ કરનારા કેટલાક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં એ ડીવીઝન પોલીસે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આવતા વિજય પ્લોટ શેરી નં. ર૯ માંથી મનોજ પરસોતમભાઇ પતરીયા, મોહન પરસોતમભાઇ પતરીયા, રામનાથપરા શેરી નં. ૧૦ માંથી સલમાબેન અશરફભાઇ પાયક, અશરફ આમદભાઇ પાયક, આશીક આમદભાઇ પાયક, આમદ કરીમભાઇ પાયક, વિનોદ માવજીભાઇ રાઠોડ, સુખદેવ માવજીભાઇ રાઠોડ, જયેશ માવજીભાઇ રાઠોડ તથા બી ડીવીઝન પોલીસે રણછોડનગર શેરી નં. રપ માંથી શાંતી ગાંડુભાઇ લુણાગરીયા, વૈશાલીબેન મીતેષભાઇ લુણાગરીયા, ભાવનગર રોડ પાંજરાપોળ શેરી નં.૧ માંથી ઇદ્રીશ બદરૂદીનભાઇ માકડા, ચંપકનગર શેરી નં. ૩ માંથી અશોક હરીભાઇ સોલંકી તથા થોરાળા પોલીસે પોલીસ સ્ટેશન સામેથી રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડી નીકળેલા ચાલક સાજીદ હાજીભાઇ મુરદે, રીક્ષા ચાલક ઇરફાન તૈયબભાઇ સોઠા, રીક્ષા ચાલક હિતેષ ચોથાભાઇ જાખેલીયા, રીક્ષા ચાલક રમેશ દેવરાજભાઇ સિંધવ, કન્ટેઇન્ટમેન્ટ ઝોન સંત કબીર રોડ મેહુલનગર શેરી નં. ૧ માંથી હિતેષ જગદીશભાઇ છાંટબાર તથા ભકિતનગર પોલીસે કોઠારિયા મેઇન રોડ હુડકો કવાર્ટર પાસેથી વધુ મુસાફર બેસાડી નીકળેલા અનીશ રજાકભાઇ કુરેશી, રીક્ષા ચાલક સુરેશ નરીશભાઇ ઝીંઝુવાડીયા, રીક્ષા ચાલક વિપુલ કાંતીભાઇ ચૌહાણ, રીક્ષા ચાલક વિસળ નારણભાઇ ગઢવી, રીક્ષા ચાલક બીપીન છગનભાઇ પરમાર, રીક્ષા ચાલક મુકેશ ભલાભાઇ ખીમસુરીયા, ઢેબર રોડ પર મોમાઇલ ટી બીગપોર્ટ નામની દુકાન બહાર ગ્રાહકો એકઠા કરનાર આલા ઘોઘાભાઇ ગમારા, નવાગામ પાસેથી રાજુ નાજાભાઇ માલકીયા, દીલીપ રાજુભાઇ સનુરા તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી રીક્ષા ચાલક વેલા નાથાભાઇ મેવાડા, રીક્ષા ચાલક મુના વેરશીભાઇ ડાભી, રીક્ષા ચાલક સુરેશ હિરજીભાઇ પરસાડીયા, રીક્ષા ચાલક કિશોર નરશીભાઇ ડાંગર તથા માલવીયાનગર પોલીસે કન્ટેઇનમેન્ટ ઝોન દ્વારકાધિશ સોસાયટી-૩ માંથી અતુલ શંભુભાઇ પટેલ તથા નાના મવા રોડ દાસીજીવણપરા પાસેથી પાનની દુકાન બહાર માણસો ભેગા કરનાર કૌશીક સરમણભાઇ વાઢેર, રાજુ મેરામણભાઇ નંદાણીયા, મવડી રોડ માલવીયાનગર પોલીસ મથકની સામેથી રાત્રે દુકાન ખુલ્લી રાખનાર યશ કિશોરભાઇ આસવાણી તથા પર.નગર પોલીસે જંકશન પ્લોટસ ચોકી પાસેથી યોગેશ કમાભાઇ પરમાર, રીક્ષા ચાલક સીતારામ બાબુદાસ નિમાવત, રીક્ષા ચાલક હરી જોધાભાઇ લાંબરીયા, રીક્ષા ચાલક સલીમ અજીતભાઇ શેખ, જંકશન પ્લોટ ગાયકવાડીમાં બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા નીતિન કાનજીભાઇ ગોહેલ તથા કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તાર એરપોર્ટ રોડ રેસકોર્ષ પાર્ક-૬ પાસેથી મનોજ મનસુખલાલ દવે, પરસાણાનગર શેરી નં. ૬ના સરમણ રાજુભાઇ મેરાણ, કલ્પેશ અશોકભાઇ વાણીયા, ગાંધીગ્રામ પોલીસે લાખના બંગલા પાસેથી વિપુલ પરસોફતમભાઇ વાડોલીયા, અક્ષરનગર-ર ના જીતુ રતીલાલ શેઠ, વૈશાલીનગર-ર માં શિવકૃપા એપાર્ટમેન્ટમાંથી ડિમ્પલ બેન પૃથ્વીભાઇ ચંદારાણા તથા તાલુકા પોલીસે નવો દોઢસો ફૂટ રોડ પાટીદાર ચોકમાંથી ત્રીપલ સવારી નીકળેલા ભુપત બાબુભાઇ સેજલીયા, જય હેમંતભાઇ પરમાર, આશીષ દીનેશભાઇ માકડીયા, કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારના માધવ વાટીકા-૧ સુખસાગર સોસાયટી પાસેથી નારણ મોહનભાઇ પરસાણા તથા યુનિવર્સિટી પોલીસે ધરમનગર મેઇન રોડ પર રૂષી વાટીકા કોમ્પલેક્ષમાં વરીયા ફરસાણ નામની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર ભાવીન બાવનજીભાઇ લાઠીયા તથા કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તાર શીતલ પાર્ક ચોકડી નજીક ધ સ્પાયર બીલ્ડીંગની પાછળ ખોડલ ટી સ્ટોલ નામની ચાની દુકાનમાં ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર બાલા રત્નાભાઇ જોગરાણા, ઓરબીટ ટાવર રોયલ પાર્ક શેરી નં. ૮ માંથી જયદત્ત દીલીપભાઇ ચાંચાણી તથા સ્ટર્લીંગ હોસ્પીટલના ગેઇટ પાસે ચાની લારી પાસે માણસોની ભીડ એકઠી કરનાર વિજય ભવાનભાઇ ધોળકીયાને પકડી લઇ કાયસ્ર્વાહી કરી હતી.

(3:17 pm IST)