Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

દ.સો.વણીક જ્ઞાતિના છાત્રોને નિઃશુલ્ક નોટબુક વિતરણ

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક નુતન યુવક મંડળ રાજકોટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓને માલવીયાવાડી ગોંડલ રોડ ખાતે સામુદ્રી માતાજીનો દીપ પ્રાગટ્ય કરી નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવેલ.

 કાર્યક્રમમાં ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવકતા, રાજુભાઇ ધ્રુવ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, રાજકોટ મહાજન પ્રમુખ મનસુખભાઇ વજીર ધોળકીયા સ્કુલના શ્રી કૃષ્ણકાંતભાઇ ધોળકીયા અમરચંદભાઇ માધવજીભાઇ શેઠ વિ. ઉપસ્થિત રહયા હતા. આયોજનને સફળ બનાવવા સમાજની ટીમે જહેમત ઉઠાવી હતી.

(3:48 pm IST)