Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

લૂંટ અને મારામારીના ગુન્હામાં સામેલ વિજય ઉર્ફે લટાબો પાસામાં ધકેલાયો

રાજકોટ,તા.૩:ગાંધીગ્રામ વિસ્તારમાં લૂંટ અને મારમારીના ગુન્હામાં સામેલ શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં અગાઉ લૂંટ અને મારમારીના ગુન્હામાં સામેલ વિજય ઉર્ફે લટાળો રમેશભાઇ ઉકેળીયા (ઉવ.૨૦)(રહે.રણુજામંદિરની સામે હંસરાજનગર શેરીનં.૧ કોઠારિયા મેઇન રોડ)ની ગાંધીગ્રામ પોલીસ ધરપકડ કરી હતીે. આ શખ્સને પાસામાં ધકેલવા માટે વોરંટ ઇશ્યુ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ વી.વી.ઓડેદરા તથા પીએસઆઇ જે.એમ.ભટ્ટ, હેડ કોન્સ ભાનુભાઇ મિયાત્રા,રશમીનભાઇ, હેડ કોન્સ.રાહુલભાઇ વ્યાસ, વનરાજભાઇ લાવડીયા, દિવ્યેશરાજસિંહ, ગોપાલભાઇ , દિગ્વીજયસિંહ, દીનેશભાઇ, હિતેન્દ્રસિંહ અને કનુભાઇ સહિતે વિજય ઉર્ફે લટાળો  ઉકળીયાની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં ધકેલી દીધો હતો.

(3:46 pm IST)