Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

પડધરીના ખાખડબેલાના દરબાર શખ્સના ખૂન કેસમાં માનવતાની જામીન અરજી નામંજુર

રાજકોટ તા.૩ :પડધરી તાલુકા ના ખખડબેલા ગામે જમીનના વેચાણના મનદુખ નો ખાર રાખી -પ્રૌઢની કરપીણ હત્યા ના ગુનામા ઍક વર્ષ ઉપરાંત થી જેલ હવાલે રહેલ શમ્સ ની અરજી માનવતા ના ધોરણે કરેલ જામીન અરજી અદાલતે ફગાવી નામંજૂર કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ પડધરી નજીક આવેલા ખખડાબેલા ગામે રહેતા અજીતસિંહ જાડેજા નામની ગરાસિયા -પ્રૌઢ ની જમીનના વેચાણના મનદુખમાં છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધાની મૃતકના પૂત્ર ચંદ્રસિંહ જાડેજા એ ફરિયાદ કરતાં ચકચાર મચી જવા પામેલ ..ચંદ્રસિંહ એ રાજકોટના ગાયત્રીધામ સોસાયટી સેરી ન.૨ માં રહેતા જગદીશસિંહ શામતુભા જાડેજાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. (૧૫) પોલીસે આરોપી જગદીશસિંહ ઉર્ફે જગભા શામતુભા જાડેજા ની ધરપકડ કરી પડધરી પો સ્ટે માં ઇ.પી.કો.ની કલમ ૩૦૨, ૧૨૦ બી, ૩૪ અને ગુજરાત પોલિસ એકટ ની કલમ ૧૩૫ મુજબ ની ફરિયાદ દાખલ કરેલી લાશ આરોપી ની વાડી માથી જ ખાખરબેલા ગામે થી મળી આવેલ અને હથિયાર તથા લોહીવાળા કપડાં આરોપી પાસે થી કજે કરેલ આરોપી ને તપાસ પૂર્ણ થતાં જેલ હવાલે કરેલ અને પૂરતા પુરાવાઓ મળતા પડધરી પોલિસ ના તપાસ અધિકારી એ ચાર્જ શીટ દાખલ કરેલ હાલ અકાદ વર્ષ ઉપરાંત ના સમય થી જેલ હવાલે રહેલા શન્સે પોતાને ઘુટણ નું ઓપરેશન કરવાનું હોય , વધુ સારવાર તથા ઓપરેસન કરાવવા માટે જામીન પર છૂટવા અરજી કરેલી. હાલ ના આરોપી ની આ ઍક વર્ષમાં સાતમી જામીન અરજી હોય જેમાં બંને પક્ષોની રજૂઆતો તથા મૂલફરિયાદી તરફે રહેલા વકીલોના લેખિત વાંધાઓ તથા ઉચ્ચ અદલતો ની ચુકાદાઓ ૅ ધ્યાને લઈ ને રાજકોટ ના પ્રિન્સિપલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ શ્રી ગીતા ગોપી સાહેબે નામંજૂર કરેલ છે.

આ કામે સરકાર તરફે પી.પી. શ્રી કમલેશભાઈ ડોડીયા તથા મૂળ ફરિયાદી પરમાર,કુલદીપસિંહ વતી રાજકોટ ના વકીલ રૂપરાજસિંહ પરમાર,અજિત બી.જાડેજા (હાડાટોડા), રોકાયેલ હતા.

(3:39 pm IST)