Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

મોટર સાયકલ વળાંક વાળવા બાબતે હુમલો કરવા અંગે આગોતરા જમીન અરજી રદ

રાજકોટ તા.૩ : મોટર સાયકલ વળાંક વાળવા બાબતે હુમલો કરી ઈજા પહોંચાડનાર આરોપીની સેસન્સ અદાલતે આગોતરા જામીન અરજી રદ કરી હતી.

 આ બનાવની હકીકત એવી છે કે, અગાઉ મોટર સાઈકલ વળાંક વાળવા  બાબતે ઝઘડાના ખાર રાખી આરોપી અરજદાર ભાવેશભાઈ સતીશભાઈ ધોળકીયા રે, મોરબી રોડ વાળાએ તા. ૭ ૭-૧૯ ના રોજ મોરબી રોડ જકાત નાકાથી આગળ જય જવાન જય કીશાન ફરીયાદી ભોગ બનના૨ ૨Iહલ ઉર્ફે ચોટીયો કીશોર મકવાણાને તેના ઘર પાસે જેમ ફાવે તેમ ગાળાગાળી કરી લોખંડના પાઈપ વડે ફરીયાદીના માથાના ભાગે તથા મોઢાના ભાગે આડેધડ ઘા મારી માથામાં હેમરેજ કરેલ.

 આ કામે સરકાર પક્ષે સરકારી વકીલશ્રી એ.એસ. ગોગિયા દારા એવી રજુઆત કરવામાં આવેલ કે, આરોપી ઉપર મુકવામા આવેલ આરોપો ખુબ જ ગંભીર પ્રકારના હોય તેમજ લોખંડના પાઈપ વડે હુમલો થતા અરજદા૨ ઈજા પામનારને માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડેલ છે.  મેડીકલ પેપર્સ વાંચતા જણાઈ આવે છે કે ઈજા પામનારનું નાનું મગજ તેની ધરી ઉપરથી ખસી ગયેલ છે તેમજ આરોપી નાસતા ફરતા હોય તેમજ પોલીસ આ બાબતે તપાસ કરી રહેલ હોય આવા સંજોગોમાં જામીન મુકત કરી શકાય નહીં.

બંને પક્ષોની દલીલો સાંભંળ્યા બાદ  એડીશનલ સેશન્સ જજ રાજકોટ દ્વારા એવા તારણો ઉપર આવેલ કે એફઆઈઆર મા આરોપીનું પ્રથમથી જ નામ જણાવવામા આવેલ છે. તેમજ આરોપી ઉપર ફરીયાદી ભોગ બનનારને પાઈપ વડે મગજના બંને ભાગો ઉપર ગંભીર ઈજા પહોચાડેલ છે. આમ આરોપોની ગંભીરતા જોતા અરજદાર આરોપીના આગોતરા જામીન આપવાના  કોઈ કારણો જણાઈ આવતા નથી જેથી અરજદાર આરોપીની આગોતરા જામીન રદ કરતો હુકમ કરેલ છે. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ એસ.ગોગીયા એ રજુઆત કરેલ.

(3:39 pm IST)