Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

વોર્ડ નં. ૧૪ની આનંદનગર-માસ્તર સોસાયટીના વિસ્તારોમાં વરસાદ દરમિયાન કોર્પોરેટર કિરણબેનની ટીમ દ્વારા કાર્યવાહી

રાજકોટઃ ગઇકાલે શહેરમાં પડેલા ૮ ઇંચ વરસાદને કારણે વોર્ડ નં. ૧૪ ના આનંદનગર-માસ્તર સોસાયટી, કોઠારીયા રોડ, સોરઠીયાવાડી, પારડી માર્ગ, લલુડી વોકળી સહીતના વિસ્તારોમાં વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટર કિરણબેન રાજુભાઇ સોરઠીયા અને તેમના કાર્યકરોની ટીમ દ્વારા અધિકારીઓ-ઇજનેરો સાથે સતત સંપર્કમાં રહીને વિસ્તારવાસીઓને મદદરૂપ થયા હતા. આ કાર્યવાહીમાં પુર્વ કોર્પોરેટર રાજુભાઇ સોરઠીયા, કરણ સોરઠીયા, ગોવિંદભાઇ, ડે. ઇજનેર શ્રી વસાવા, પાર્થભાઇ, ડી.કે.વાજા, વિશાલ, અમિત, ભકિતનગરના પી.આઇ. ગઢવી વગેરે સહયોગી થયા હતા. તસ્વીરમાં વિવિધ વિસ્તારોમાં ભરાયેલા ગોઠણબુડ પાણી દર્શાય છે.

(3:39 pm IST)