Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

બાબરીયા કોલોની વિસ્તારના રસ્તા પર મોબાઇલ ટાવર : તાકીદે સમસ્યા ઉકેલો : રજૂઆત

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૭ના બાબરીયા કોલોની શેરી નં.૧ વિસ્તારના રસ્તાની વચ્ચેના ડિવાઇન્ડર તોડીને મોબાઇલ ટાવર ઉભુ કરવા માટે ફાઉન્ડેશન ભરેલ છે ત્યાં અતિશય ધુળ માટી બાંધકામ વેસ્ટેજ મલ્ટીરીયલના ઢગલા પડેલ છે તે તથા જાહેર રસ્તા ઉપર એક દોઢ મહીના થયા મોબાઇલનું ટાવર પડેલ છે. વિસ્તારવાસીઓને આવન-જાવનમાં નડતરરૂપ છે ત્યારે આ સમસ્યા તાકિદે ઉકેલવા સામાજીક કાર્યકર સવજીભાઇ  ફળદુ દ્વારા રા.મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

(3:38 pm IST)