Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

વામ્બે આવાસ યોજનાની દિવાલ ધરાશયઃ કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાએ તંત્રને દોડાવ્યું

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૦માં કાલાવડ રોડ, વૃન્દાવન સોસા. મેઇન રોડ ઉપર આવેલ વામ્બે આવાસ યોજનાની વોંકળા બાજુની દિવાલ વરસાદના કારણે પાયામાંથી જ ધરાશય થવા પામી હતી. આ ઘટનાની જાણ થતા જ વોર્ડના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેઓએ અધિકારીઓને જાણ કરતા ડે. કમિશ્નરશ્રી જાડેજા, સીટી ઇજનેરશ્રી દોઢીયા, વોર્ડ ઇજનેર શ્રી ગાવીત, વોર્ડ ઓફિસર રાજેશ ચત્રભુજ, આ. ઇજનેર સુનિલ ગોહિલ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યા હતા. વિસ્તારવાસીઓને શાળા નં. ૯પ માં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તેમ કોંગી કોર્પોરેટરની યાદીમાં જણાવાયું છે.

(3:35 pm IST)