Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

ફિડમ યુવા ગ્રુપ દ્વારા સ્મૃતિગ્રંથનું વિમોચનઃ સેવા સંસ્થાઓનું સન્માન

રાજકોટઃ સેવા સંસ્થા ફિડમ યુવા ગ્રુપ દ્વારા ગૌરવપુર્ણ બે દાયકાની મજલ પુર્ણ કરી ર૧માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે સ્મૃતિગ્રંથ ''સંવેદના''નો વિમોચન સમારોહ યોજવામાં આવેલ વિવિધ ક્ષેત્રની ૧૦ સામાજીક સંસ્થાઓનું પ.પૂ. અપુર્વમુનિ સ્વામી દ્વારા સન્માન કરવામાં આવેલ  જેમાં વ્રજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં અરૂણભાઇ નિર્મળ તથા ટીમ, સર્જન ફાઉન્ડેશનનાં સુરેશભાઇ પરમાર તથા ટીમ, નારી વિકાસ ટ્રસ્ટનાં ડો. ઉન્તીબેન ચાવડા તથા ટીમ, હેવ વીથ હેપીનેસના દીપાબેન મલકાન તથા ટીમ, સુર્યમુખી મીત્ર મંડળના હરભજનદાસ બાપુ તથા ટીમ ટ્રાફીક સોલ્યુશન ટીમનાં રાજુભાઇ જુંજા તથા ટીમ, જગન્નાથજી રથયાત્રા સમીતીના વિક્રમસિંહ પરમાર તથા સભ્યો, હિન્દુ યુવા વાહીનીના હરપાલસિંહ જાડેજા તથા સભ્યો, અનમોલ એેજયુકેશન ટ્રસ્ટનાં જીતુભાઇ ચૌહાણ તથા સભ્યો, કાશી વિશ્વનાથ મીત્ર મંડળનાં અમૃતગીરી ગોસાઇ તથા સભ્યોનું સ્મૃતિ ચિન્હ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ ૧પ૦ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સ્કુલ બેગ, વોટર બેગ, લંચ બોકસ, કંપાસ, ફુલ સ્કેપ બુકસ સહીતની શૈક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સ્વ. જગદીશભાઇ ઘોડાદરા તબીબી અને શૈક્ષણીક સહાય પ્રકલ્પનું ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સ્વામીનારાયણ બી.એ.પી.એસ.સંપ્રદાયનાં વિદ્વાન વકતા પ.પૂ. અપૂર્વમુતી સ્વામી હતા જયારે ઉદ્દઘાટક તરીકે અગ્રણી ઉદ્યોગપતિ બીપીનભાઇ પલાણ અને મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન કશ્યપભાઇ શુકલ, નાગરીક બેંકના ચેરમેન નલીનભાઇ વસા, નગર પ્રાથમીક શિક્ષણ સમીતીનાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, ડો. અમીતભાઇ હપાણી, રોહીતભાઇ સિધ્ધપુરા, પંકજભાઇ ચગ, ગૌરાંવભાઇ ઠકકર, દર્શીતભાઇ જાની, વિક્રમભાઇ પુજારા, મુકેશભાઇ દોશી, એચ.એ.નકાણી, ડો. જયેન્દ્રભાઇ વંકાણી, રમાબેન હેરમા, હેમાક્ષીબેન ઘોડાદરા, સાવનભાઇ ભાડલીયા, અશ્વીનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ તકે અતિથી વિશેષ તરીકે અપના બજારનાં ચેરમેન મહેન્દ્રભાઇ શેઠ, અનુપમભાઇ દોશી, અનીલભાઇ લીંબડી, જીતુભાઇ સેલારા, બીપીનભાઇ ભટ્ટી, કિરીટભાઇ કેરસીયા, જયુભાઇ રાોડ, ભગવાજીભાઇ ચાવાડ, પરાગભાઇ મહેતા, કિર્તિભાઇ રાવલ, ઇશ્વરભાઇ જીતીયા, મહેન્દ્રસિંહ ગોહેલ, વસંતભાઇ જસાણી, ચમનભાઇ સિંધવ, વિજયભાઇ કારીયા, મંગેશભાઇ દેસાઇ, જયંતભાઇ ધોળકીયા,વીનુભાઇ મહેતા, જીતુભાઇ વોરા, સુનીલભાઇ વોરા, લક્ષ્મણભાઇ મકવાણા, સંદીપભાઇ પટેલ, નલીનભાઇ તન્ના સહીતનાઓની પ્રેરક ઉપસ્થિતી અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કસાર્યક્રમનું સંચાલન રાજયભાઇ સુરૂએ કર્યું હતું સ્વાગત પ્રવચન તથા સંસ્થા પરીચય સંસ્થાપક ભાગ્યેશ વોરાએ કર્યું હતું. જયાર ેઆભારવિધી સંસ્થાના પ્રમુખ સંજય પારેખ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર આયોજન માટે સંસ્સથાના સ્થાપક અને માર્ગદર્શક ભાગ્યેશ વોરા, ચેરમેન મનોજ ડોડીયા, પ્રવીણભાઇ ચાવડા, સંજય પારેખ, કિરીટ ગોહેલની રાહબરીમાં રીતેશ ચોકસી, રોહીત નીમાવત, ચંદ્રેશ પરમાર, સુરેશ રાજપુરોહીત, નીમેશ કેસરીયા, રાજન સુરૂ, અલ્પેશ ગોહેલ, રસીક મોરધરા, મીલન વોરા, જયપ્રકાશ ફુલારા, ધવલ પડીઆ, પારસ વાણીયા, અજીત ડોડીયા, ધૃમીલ પારેખ, જીતેશ સંઘાણી, સંજય ચૌહાણ, અલ્પેશ પલાણ, વીરલ પલાણ, અનડકટ, પરેશ ગોહેલ, જયેશ ઝંઝુવાડીયા, વિવેક મોરધરા, ભવદીપ ચૌહાણ, જપુલ ખેરડીયા, દેવેન્દ્ર કામલીયા, અશોક ચાવડા સહીતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(4:03 pm IST)