Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

માર્કેટ યાર્ડ વિસ્તારમાં ગંદા પાણીની રેલમછેલઃ સમસ્યા ઉકેલતા દક્ષાબેન ભેંસાણીયા

 રાજકોટ : શહેરના વોર્ડ નં. પ માં આવેલ માર્કેટ યાર્ડ વિસ્તારમાં છેલ્લા દોઢેક માસથી ગટરનું ભયંકર દુર્ગંધ યુકત પાણી ઉભરાતા રોડ પર લાંબા અંતર સુધી ફલાઇ ગયેલ હતું અને આજૂ બાજૂના વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયેલ હતો. ત્યારે શ્રીરામ સોસાયટીમાં આર.ટી.ઓ. પાસે રહેતા અગ્રણી રવિબાપુ ગોંડલીયાએ પરિસ્થિતીનું નિરીક્ષણ કરી આ અંગે વોર્ડ નં. પ ના કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા તથા જાગૃત ભાજપ અગ્રણી અરવિંદભાઇ ભેંસાણીયાએ યુધ્ધના ધોરણે કામ હાથમાં લઇ કોર્પો.ના  અધિકારીઓ (સાધન સામગ્રી સાથે) તથા નેશનલ હાઇવેના અધિકારીઓને સ્થળ પર બોલાવી તુરત આ કાર્યનો નિકાલ કરવા જવાબદાર અધિકારીઓને સુચના આપેલ. અને કામ શરૂ કરાવેલ. બે-ત્રણ દિવસની કામગીરી કર્યા બાદ ગટરનું પાણી બંધ થઇ ગયેલ છે. ગટરનું ગંદુ પાણીની દુર્ગંધ બંધ થતાં રાહદારીઓ, માર્કેટીંગ યાર્ડના વેપારીઓ તથા આજૂ બાજૂના વિસ્તારના લોકોએ નિરાંતનો દમ લીધેલ છે. અને અરવિંદભાઇ તથા દક્ષાબેનને અભિનંદન પાઠવેલ છે. આ કાર્યની માહિતી અંગે જાગૃત નાગરીક રમેશભાઇ સિંધવે સારી કામગીરી કરેલ હતી.  અરવિંદભાઇ ભેંસાણીયાએ આ ઉપરાંત  પેડક રોડ પર ઓમ શાંતિમાર્ગ પરથી ૧પ ટ્રેકટર જેટલો ગંદવાડ-કચરો દુર કરાવી રોડ સાફ કરાવેલ હતો. તેમ કોર્પોરેટર દક્ષાબેનની યાદીમાં જણાવ્યું હતું. (પ-ર૪)

(3:50 pm IST)