Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

રણછોડદાસજીબાપુ આશ્રમે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી

રાજકોટઃ સદ્ગુરૂ આશ્રમ માર્ગ આવેલ સદ્ગુરૂ સદન ટ્રસ્ટ પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારના ૪.૩૦ વાગ્યાથી ગુરૂદેવના દર્શનની ઝાંખી કરવા ધર્મપ્રેમી ભાઈ-બહેનોને મોટી સંખ્યામાં લાઈનોની ભારે ભીડ હતી. સવારે ૫.૩૦ વાગ્યે મંગળા આરતી, ૮.૩૦ વાગ્યે પ.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજીબાપુના ચરણપાદુકાજીનું પૂજન કરવામાં આવ્યુ હતું. પૂજન પરેશભાઈ ભગત તથા શ્રીમતિ પ્રીતિબેન પરેશભાઈ ભગત દ્વારા કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી રાત્રીના ૧૨.૩૦ વાગ્યા સુધીમાં આશરે એક લાખ કરતા પણ વધારે ધર્મપ્રેમી ભાઈ-બહેનોએ દર્શનની ઝાંખી તથા ચરણપાદુકાજીના દર્શનનો લાભ લીધો હતો. ગુરૂપૂર્ણિમા મહોત્સવ નિમિતે ગરીબ અને જરૂરીયાતમંદ બાળ થેલેસેમીયાના દર્દીઓ માટે શ્રી સદ્ગુરૂ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પનું દિપ પ્રાગટય મેયર બીનાબેન આચાર્ય તથા ડે. મેયર અશ્વિનભાઈ મોલીયાએ કર્યુ હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યનાં મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ-૩ના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ સદ્ગુરૂના દર્શનની ઝાંખી કરી હતી. ગુરૂપૂર્ણિમા મહોત્સવ નિમિતે મનોકામના સંપૂર્તિ યજ્ઞનું પૂજન નિશાંતભાઈ વસાણી તથા તેમના ધર્મપત્ની મીરા નિશાંતભાઈ વસાણી દ્વારા કરવામાં આવ્યુ હતું તથા સદ્ગુરૂ રક્ષાદોરી કે જે વર્ષમાં ફકત એક જ વખત શ્રી ગુરૂપૂર્ણિમા મહોત્સવ નિમિતે ગુરૂરક્ષા રૂપે આપવામાં આવે છે જે એક લાખ લોકોને બાંધવામાં આવી હતી. મહાપ્રસાદનો લાભ આશરે ૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦ ધર્મપ્રેમી ભાઈ-બહેનો તથા ગુરૂ ભાઈ-બહેનોએ લીધો હતો. ગુરૂપૂર્ણિમા મહોત્સવ નિમિતે બીપીનભાઈ વસાણીની ટીમ દ્વારા ભકિત સંગીત પીરસવામાં આવ્યું. તેઓની ટીમ તથા મહેમાનોનું સ્વાગત સંસ્થાના ટ્રસ્ટી પ્રવિણભાઈ વસાણી, ગુરૂભાઈઓ નવીનભાઈ ઠક્કર, ભરતભાઈ વસાણી, વરિષ્ઠ પત્રકાર કાંતિભાઈ કતિરા દ્વારા કરવામાં આવ્યુ હતું. રાજકોટ સીટી ચેનલના મોભી નિતીનભાઈ નથવાણી, કાશ્મીરાબેન નથવાણી તથા મુંબઈથી પધારેલ મહેમાન ગુરૂભાઈ મણિભાઈ સેજપાલ તથા તેમનો પરિવાર વિગેરે મહાનુભાવોએ દર્શન લાભ લીધો હતો. શ્રી ગુરૂપૂર્ણિમા મહોત્સવ નિમિતે સદ્ગુરૂ નેત્રયજ્ઞ, સદ્ગુરૂ બ્લડ ડોનેશન કેમ્પ માનવ સેવાની પ્રવૃતિઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સેવાકીય કાર્યોમાં અસંખ્ય લોકોએ લાભ લીધો હતો. ગુરૂપૂર્ણિમા મહોત્સવમાં જલારામ વિરપુરના ગાદીપતિ શ્રી રઘુરામબાપાના ધર્મપત્ની શ્રી રશ્મીબેન ચાંદ્રાણી, શીલાબેન ચાંદ્રાણી, રસીકભાઈ ચાંદ્રાણી, જલારામ વિરપુર પરિવાર ગુરૂદેવના દર્શનનો લાભ લીધો હતો. નારણભાઈ અકબરી, નવનીતભાઈ કારીયા, દાનાભાઈ ડાંગર, જગદીશભાઈ બાટવીયા, ભરતભાઈ વસાણી, સુરેશભાઈ વસાણી, વકીલ જવાહરભાઈ ખગ્રામ, ઈશ્વરભાઈ ખખ્ખર, અરવિંદભાઈ વસાણી, દિલીપભાઈ કક્કડ વિગેરે ગુરૂભાઈઓ આ મહોત્સવ નિમિતે ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં ૨૫૦-૩૦૦ સ્વયંસેવકોએ સેવા આપી હતી.(૨-૨૩)

(3:47 pm IST)