Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

હનુમાન મઢી રંગ ઉપવનના ગેઇટ પાસેથી ૧૦ શંકાસ્પદ મોબાઇલ સાથે પાંચ પકડાયા

ગાંધીગ્રામ પોલીસે પાંચેયને સકંજામાં લઇ રૂ. ૬૫૦૦ અને એક ટુવ્હીલર પણ જપ્ત કર્યુઃ પ્રકાશ, વિજય, અમિત, નિલેષ અને મુકેશે જુદા-જુદા ગામોમંથી મોબાઇલ ચોર્યાનું રટણ

રાજકોટ તા. ૩: ગાંધીગ્રામ પોલીસે છોટુનગર ઝૂપડપટ્ટીથી એરપોર્ટ તરફ જતાં રસ્તા પરથી પાંચ શખસોને બીલ વગરના ૧૦ મોબાઇલ ફોન અને રૂ. ૬૫૦૦ની રોકડ તથા ટુવ્હીલર સાથે પકડી લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે.

પોલીસે હનુમાન મઢીથી એરપોર્ટ રોડ તરફના રસ્તા પર રંગ ઉપવન સોસાયટીના ગેઇટ પાસે જીજે૩સીએમ-૧૬૦૯ નંબરના ટુવ્હીલર (એકસેસ) સાથે પાંચ શખ્સો ઉભા હોઇ અને આ વાહનની ડેકીમાં કંઇક છુપાવવાની કોશિષ કરતાં તપાસ કરતાં દસ મોબાઇલ ફોન મળતાં પાંચેયને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાના નામ પ્રકાશ ઉર્ફ કાબુલી કેશાભાઇ થારકીયા (દેવીપૂજક) (ઉ.૧૯-રહે. રૈયાધાર પાણીના ટાંકા પાસે), વિજય ઉર્ફ સતિષ દિનેશભાઇ રાઠોડ (વણકર) (ઉ.૧૯-રહે. બાલાજી હોલ પાછળ આવાસ યોજના કવાર્ટર ૧૭૯૬), અમિત ઉર્ફ કાળુ ગોવિંદભાઇ ભોજાણી (વણકર) (ઉ.૨૪-રહે. લક્ષ્મીનગર-૨ના ખુણે), નિલેષ ઉર્ફ રાકેશ મનોજભાઇ સાગઠીયા (વણકર) (ઉ.૨૮-રહે. લક્ષ્મીનગર-૨ના ખુણે) તેમજ મુકેશ ઉર્ફ ચતુર કેશાભાઇ જમણપરીયા (દેવીપૂજક) (ઉ.૨૪-રહે. લક્ષ્મીનગર-૧ના ખુણે ઝૂપડપટ્ટી) જણાવ્યા હતાં.

આ પાંચેયએ મોબાઇલ ફોન કયાંથી આવ્યા? તે અંગે યોગ્ય ખુલાશો ન કરતાં સીઆરપીસી ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે લઇ પાંચેયની અટકાયત કરી તેની પાસેના રૂ. ૬૫૦૦ પણ મળતાં આ રકમ અને એકસેસ મળી કુલ રૂ. ૪૪૫૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે. મોબાઇલ અલગ-અલગ ગામોમાંથી ચોરી કર્યાનું રટણ કરતાં હોઇ વિશેષ પુછતાછ થઇ રહી છે. પકડાયેલાઓમાં પ્રકાશ અને વિજય છુટક મજૂરી, અમિત રિક્ષા ડ્રાઇવીંગ, નિલેષ રિક્ષા ડ્રાઇવીંગ અને ચતુર ફ્રુટનો ધંધો કરે છે. પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એન. એમ. સોલંકી, એએસઆઇ એમ. વી. લુવા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એમ. વી. લુવાને બાતમી મળતાં આ કાર્યવાહી થઇ હતી. (૧૪.૬)

(3:45 pm IST)