Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

ક્રાઇમ બ્રાંચના જંગલેશ્વર અને થોરાળામાં દરોડાઃ ૬૯ હજારનો દારૂ-બીયર કબ્જેઃ એક પકડાયો

વિજયસિંહ ઝાલા, ભરતભાઇ અને હરેશગીરીની બાતમી પરથી જંગલેશ્વરમાંઅને સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા તથા હરદેવસિંહની બાતમી પરથી થોરાળામાં દરોડોઃ એક પકડાયો, બીજાની શોધ

રાજકોટ તા. ૩: દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવાનું યથાવત રહ્યું છે. ક્રાઇમ બ્રાંચે  બે દરોડામાં બે શખ્સને ૬૯ હજારના દારૂ-બીયર સાથે પકડી લીધા છે.

જંગલેશ્વર મદીના ચોક ગુ.હા. બોર્ડના ત્રણ માળીયા કવાર્ટર બ્લોક નં. ૧૨માં પ્રથમ માળે કવાર્ટર નં. ૧૩૮માં રહેતાં શબ્બીર ઉર્ફ શબલો વલીમામદ સમાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી એએસઆઇ વિજયસિંહ ઝાલા, ભરતભાઇ વનાણી અને હરેશગીરી ગોસાઇને મળતાં દરોડો પાડી રૂ. ૪૮૦૦૦ના ૪૮૦ દારૂના ચપલા ૯૬૦૦ના ૯૬ બીયર મળી કુલ રૂ. ૫૭૬૦૦નો દારૂ-બીયર મળતાં કબ્જે કર્યો છે. પીએસઆઇ ડી. પી. ઉનડકટ, પુષ્પરાજસિંહ પરમાર, વિજયસિંહ, ભરતભાઇ અને હરેશગીરીએ આ કામગીરી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં પીએસઆઇ એ. એસ. સોનારા, એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, ઘનશ્યામસિંહ ચોૈહાણ, રામભાઇ વાંક, અજીતસિંહ પરમાર, હરદેવસિંહ રાણા સહિતના સ્ટાફે અનિલભાઇ, સમીરભાઇ અને હરદેવસિંહની બાતમી પરથી થોરાળા મનહર સોસાયટી-૬માં દરોડો પાડી રૂ. ૧૨ હજારના ૪૦ બોટલ દારૂ કબ્જે કરી સંજય ઉર્ફ ઠાકુર કિશોરભાઇ સરવૈયા (ઉ.૨૫)ને પકડી લીધો હતો. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિ મોહન સૈની અને મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા હતાં.

(3:44 pm IST)