Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

સહાયક પરીચારિકાઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં જોડાવા ઉંમરમાં છૂટછાટ

રાજકોટ તા. ૩ :.. રાજયના આરોગ્ય વિભાગના અધિક નિયામક (તબીબી સેવા) એ તા. ર જૂલાઇએ સહાયક પરિચારીકાને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા ઉંમરમાં છૂટછાટ આપતો પરિપત્ર જાહેર કર્યા છે.

પરિપત્રમાં જણાવાયું છે કે આ કચેરીના નિયંત્રણ હેઠળની સંસ્થાઓ ખાતે વર્ષ ર૦૧૩ માં સહાયક પરીચારિકા તરીકે નિમણુંક પામેલ બોન્ડેડ કર્મચારીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા ઉમરમાં છૂટછાટ આપવા બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

પુખ્ત વિચારણાને અંતે સરકારશ્રી દ્વારા વર્ષ ર૦૧૩ માં સહાયક પરીચારીકા તરીકે આ કચેરી દ્વારા નિમણુંક પામેલ બોન્ડેડ કર્મચારીઓને તા. પ-૮-ર૦૧૮ ના યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા ઉંમરમાં છૂટછાટ આપવા અંગેની સુચના મળેલ છે.

વર્ષ ર૦૧૩ માં સહાયક પરીચારીકા તરીકે નિમણુંક પામેલ બોન્ડેડ કર્મચારીઓ ઉમર મર્યાદા વટાવી ચૂકયા હોય અને ઓનલાઇન (OJAS) દ્વારા ફોર્મ ભરી શકયા ન હોય તેવા ઉમેદવારોના ઓફ લાઇન ફોર્મ આ કચેરી ખાતે સ્વીકારવાના થતા હોઇ ફકત તા. ૩-૮-ર૦૧૮ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧પ કલાક સુધીમાં આ કચેરી ખાતે રૂબરૂમાં તમામ અસલ પ્રમાણ પત્રો, અસલ આઇ. ડી. પ્રુફ અને ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. (પ-૧૧)

(12:13 pm IST)