Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

કાલે કુવાડવામાં ગીરીરાજ હોસ્‍પિટલનું ઉદ્દઘાટન

દોઢ દાયકાથી દર્દીઓની સેવામાં કાર્યરત શ્રી ગીરીરાજ હોસ્‍પિટલ વિસ્‍તરણના પંથે : આઇ.સી.યુ.-ઓર્થોપેડિક-ગાયનેક-જનરલ સર્જરી સહિત વિવિધ વિભાગોમાં સારવાર તથા નિદાન માટે સંપૂર્ણ સુવિધા સાથે ૩૨ બેડની આધુનિક હોસ્‍પિટલમાં નિષ્‍ણાંત તબીબો સેવા આપશે : ડો.મયંક ઠક્કર

રાજકોટ : શ્રી ગીરીરાજ હોસ્‍પિટલ વિસ્‍તરણના પંથે છે. આવતીકાલે વાંકાનેર ચોકડી પાસે કુવાડવા ખાતે નવી હોસ્‍પિટલનું ઉદ્દઘાટન છે. અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ડો. મયંક ઠક્કર, ડો.રવિ કરમટા, ડો.ચિરાગ પરમાર, ડો.પ્રદ્યુમન ચોકસી, ડો.સરફરાજ સેરાસીયા, ડો.માનેક ગઢવી નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)(૩૭.૧૬)

રાજકોટઃ તા.૫: સૌરાષ્‍ટ્રમાં જાણીતી રાજકોટની શ્રી ગીરીરાજ હોસ્‍પિટલ વિતરણના પંથે પ્રયાણ કરી રહી છે, છેલ્‍લા ૧૪ વર્ષથી રાજકોટમાં અનેક લોકોની સફળ સારવારના અનુભવના ભાથા સાથે કુવાડવા પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની સેવા કરવાના હેતુ સાથે આગામી રવિવાર તા.૩ ગીરીરાજ હોસ્‍પિટલના કુવાડવા યુનિટનું ઉદ્દઘાટન કરવામા ં આવશે. નવનિર્મિત શ્રીગીરીરાજ હોસ્‍પિટલમાં ૩૨ બેડ સાથે અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્‍ધ છે.

ડો.મયંક ઠક્કરના જણાવ્‍યા અનુસાર અમો છેલ્‍લાં ૧૪ વર્ષથી રાજકોટમાં શ્રી ગીરીરાજ હોસ્‍પિટલમાં હજારો દર્દીની સારવાર કરી છે. રાજકોટ ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને તેમના ઘર આંગણે સારી સુવિધા ઉપલબ્‍ધ કરાવવાની અમારી નેમ છે શ્રી ગીરીરાજ હોસ્‍પિટલનું વિસ્‍તરણ કરી કુવાડવા નજીક અદ્યતન શ્રી ગીરીરાજ હોસ્‍પિટલનું નિર્માણ કરવામાં આવ્‍યું છે.ત્‍યાં આઇ.સી.યુ., ટ્રોમા ઓર્થોપેડિક વિભાગ,સ્ત્રી રોગ નિષ્‍ણાંત તબીબો સાથે ગાયનેક વિભાગ, જનરલ સર્જરી વિભાગ, એકસ-રે, સોનોગ્રાફી, લેબોરેટરી, મેડીકલ સ્‍ટોર વગેરે સેવાઓ ઉપલબ્‍ધ રહેશે. રાજકોટની શ્રી ગીરીરાજ હોસ્‍પિટલ સાથે કુવાડવા યુનિટનું સંકલન રાખી વિવિધ રોગના નિષ્‍ણાંત તબીબોની સેવા ઉપલબ્‍ધ બનાવવામાં આવશે.

શ્રી ગીરીરાજ હોસ્‍પિટલના એમ.ડી. ગૌરાંગ ઠક્કરે જણાવ્‍યુ છે કે, કુવાડવા બ્રાન્‍ચ ખાતે આઇ.સી.યુ.માં ફિઝીશ્‍યન ડો. સરફરાઝ સેરાસીયા,સ્ત્રીરોગ, વિભાગનાં ગાયનેકોલોજીસ્‍ટ ડો. રવિ કરમટા, ઓર્થોપેડિક વિભાગમાં ડો. ચિરાગ પરમાર, જનરલ સર્જરી વિભાગમાં ડો.પ્રદ્યુમન ચોકસી, રેડીયોલોજીસ્‍ટ ડો. માનેક ગઢવી સહિત વિવિધ રોગના નિષ્‍ણાંત તબીબોની સેવા ઉપલબ્‍ધ છે. નવ નિર્મિત હોસ્‍પિટલનો ઉદ્દઘાટન સમારોહ આગામી તા.૩ને રવિવારે સવારે ૯.૩૦ કલાકે રાખવામાં આવ્‍યો છે. મુખ્‍ય અતિથિ તરીકે બી.એ.પી.એસના સંતશ્રી અપૂર્વમુનિ તથા અતિથિ વિશેષ તરીકે રાણપુર કુવાડવાના મહંત શ્રી લક્કડદાસબાપુ તથા બ્રહ્મકુમારી રેખાદીદી ઉપસ્‍થિત રહેશે.

હોસ્‍પિટલના સી.ઇ.ઓ. ડો. આનંદ ગલગલીએ માહિતી આપતાં જણાવ્‍યુ છે કે શ્રી ગીરીરાજ હોસ્‍પિટલ (૨૭-નવજયોત પાર્ક મેઇન રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ) ખાતે હાલ ક્રિટીકલ કેર, કાર્ડિયાક વિભાગ-કેથ લેબ, ઓર્થો ટ્રોમા, પોલી ટ્રોમા, જોઇન્‍ટ રીપ્‍લેસમેન્‍ટ, ન્‍યુરો એન્‍ડ સ્‍પાઇન સર્જરી, યુરોલોજી, ગેસ્‍ટ્રોલોજી લગતી તમામ સારવાર ઉપલબ્‍ધ છે. જેમાં ક્રિટીકલ કેર નિષ્‍ણાંત ડો. મયંક ઠક્કર, ડો.વિશાલ સદાતીયા, ડો. દેવાંગ આંબલીયા, ડો. ભાવિન ફડદુ, કાર્ડિયોલોજી વિભાગમાં ઇન્‍ટરનેશનલ કાર્ડિયોલોજીસ્‍ટ ડો.અંકુર ઠુંમર, ડો. મનદીપ ટીલાળા, ઓર્થો અને જોઇન્‍ટ રીપ્‍લેસમેન્‍ટ વિભાગમાં ઓર્થોપેડિક સર્જન ડો. કુપેન ટેઇલર, ડો.પરેશ નાંઢા, ડો. નિશિથ સંઘવી, ન્‍યુરો અને સ્‍પાઇન સર્જરી વિભાગમાં ડો. જીગરસિંહ જાડેજા, ડો. કૌમિલ કોઠારી, પલ્‍મોનોલોજી વિભાગમાં ડો. રાજેશ મોરી, યુરોલોજીસ્‍ટ ડો. પ્રતિક અમલાણી, એનેસ્‍થેસીયામાં ડો. પ્રિયાંક ફુલેત્રા સહિત નિષ્‍ણાંત તબીબોની ટીમ કાર્યરત છે.

ડો. મયંક ઠક્કરના જણાવ્‍યા અનુસાર રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી તેમની એનએચબીએચ ની માન્‍યતા પ્રાપ્‍ત શ્રી ગીરીરાજ હોસ્‍પિટલ દ્વારા સમાજના તમામ વર્ગના લોકોને સારામાં સારી સારવાર મળી રહે એ માટે અમારી ટીમ સતત કાર્યરત રહે છે. શ્રી ગીરીરાજ હોસ્‍પિટલ સતત પોતાની સવલતોમાં ઉમેરો કરી રહી છે. વર્ષોથી લોકોની સેવા કરતાં અમો લોકોની જરૂરીયાત પ્રત્‍યે સભાન છીએ. ૩૦ બેડથી શરૂ થયેલ અમારી હોસ્‍પિટલમાં હાલ ૮૦ બેડની સુવિધા ઉપલબ્‍ધ છે અને હવે કુવાડવા યુનિટમાં ૩૨ બેડ સાથે ૧૦૦થી વધુ બેડની સુવિધા ગીરીરાજ હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ બની છે

શ્રી ગીરીરાજ હોસ્‍પિટલ કુવાડવા નિષ્‍ણાંત તબીબોની ટીમ

ડો. રવિ કરમટા, ડો. ચિરાગ પરમાર, ડો.પ્રદ્યુમન ચોકસી, ડો.સરફરાજ સેરાસીયા, ડો.માનેક ગઢવી

(3:44 pm IST)