Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રાજકોટ શહેર -જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાનું ઝેર ફરી વળ્યું : છેલ્લા 24 કલાકમાં 28 કેસ નોંધાયા :

રાજકોટ શહેરમાં 191 અને જિલ્લામાં 159 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 350.: ટેસ્ટ નો આંક પણ 10 હજારને વટાવી ગયો

રાજકોટ શહેર -જિલ્લામાં સતત બીજા  દિવસે કોરોનાનું ઝેર ફરી વળ્યું છે ,  છેલ્લા 24 કલાકમાં 28 કેસ નોંધાયા છે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે છેલ્લા 24 કલાકમાં શહેર જિલ્લામાં વધુ 28 કેસ નોંધાતા રાજકોટ શહેરના કુલ કેસ 191 થયા છે જયારે જિલ્લાના 159 કેસ મળીને જિલ્લાના કુલ કેસની સંખ્યા 350 થઇ છે આ સાથે ટેસ્ટિંગ નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે

 

(8:29 pm IST)