Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને યુપીથી શોધી કાઢતી રાજકોટ શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ: 4 વર્ષથી હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ પણ દાખલ થઈ હતી

એસીપી એચ.જે. સરવૈયા, એસીપી રાઠોડની રાહબરીમાં પીએસઆઇ અન્સારી અને ટીમની કામગીરી : ગરીબ પરિવારને દીકરી પાછી અપાવતી રાજકોટ પોલીસ

રાજકોટ : છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને રાજકોટ શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમે ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો છે 4 વર્ષથી હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ પણ દાખલ થઈ હતી જેમાં  એસીપી એચ.જે. સરવૈયા, એસીપી રાઠોડની રાહબરીમાં પીએસઆઇ અન્સારી અને ટીમની કામગીરી દ્વારા આરોપીને ઝડપવામાં સફળતા મળી છે અને ગરીબ પરિવારને દીકરી પાછી અપાવી છે 

(6:43 pm IST)