Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

માત્ર અમુક લોકોને જ વાંધો

વીઝા, એરટીકીટ, હોટલના નાણા બાદ કરી રીફંડ આપવા તૈયાર જ છીએ

આવતા વર્ષા માટે ઘણા પેસેન્જરોએ બુકીંગ પણ કરાવી લીધું: અમારી ૨૫ વર્ષ જુની ટ્રાવેલ્સ એજન્સી છે, ગ્રાહકોને પુરતો સંતોષ આપીએ છીએઃ દિપક કારીયા

રાજકોટઃ વીઝા, એરટીકીટ, હોટલના નાણા બાદ ફરી રીફંડ આપવા તૈયાર જ હોવાનું બેસ્ટ  ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક શ્રી દિપકભાઇ કારીયાએ જણાવેલ હતુ.

કોરોનાના લીધે યુરોપનો પ્રવાસ રદ થતાં અમુક લોકોએ પુરેપુરી રકમ પરત આપવાની માંગણી સાથે કલેકટરશ્રી અને પોલીસ કમીશ્નરશ્રીને રજુઆત પણ કરેલી છે. આ મામલે  બેસ્ટ ટુર્સના સંચાલક શ્રી દિપકભાઇ કારીયાએ જણાવેલ કે કુલ ૧૩૫ પ્રવાસીઓએ યુરોપનો પ્રવાસ બુક કરાવ્યો હતો. પરંતુ કોરોનાના લીધે આ ટુર કેન્સલ થતાં અમુક લોકોએ તમામ રીફંડ પરત આપવાની માંગણી કરી હતી. પરંતુ એ શકય નથી. અમે વીઝા, હોટલો અને એરટીકીટનું પેમેન્ટ અગાઉથી  ચુકવી દીધુ હોય છે. જેથી આ રકમ બાદ કરી રીફંડ આપવાની પણ વાત કરી હતી. પુરેપુરી રીફંડ આપવુ શકય નથી.

શ્રી કારીયાએ વધુમાં જણાવેલ કે મેં આ લોકોને સમજાવેલ કે જો ટુર કેન્સલ કરશો તો નાણા ડુબી જશે. નહિતર આવતા વર્ષે આ ટુરી યોજી જ શકાય છે. આવતા વર્ષની મેં માસની નવી તારીખ પણ આવી ગઇ છે. જેમાં ૫૧ જેટલા લોકોએ  પોતાના નામ બુક પણ કરાવી લીધા છે.

અમારી ૨૫ વર્ષ જુની પ્રતિષ્ઠિત કંપની છે અમે અમારી પાસે પુરતા પુરાવાઓ હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ.

(4:42 pm IST)
  • મોડીરાત્રે જામનગર જિલ્લાના કાલાવડમાં વધુ એક પોઝિટિવ કેસ જાહેર : કાલાવડના ડુગરાળી દેવાળિયાના 39 વર્ષીય વિનોદભાઈ બાબુભાઈ રોલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 11:01 pm IST

  • મોરબીમાં કોરોનાના વધુ ત્રણ કેસ પોઝીટીવ : રવાપર રેસિડેન્સીમાં રહેતા યુવક અને મહેન્દ્રપરામાં રહેતા પિતા-પુત્ર થયા કોરોનાથી સંક્રમિત:.જિલ્લામાં કુલ કેસનો આંકડો 36 થયો access_time 6:38 pm IST

  • આજનો દિવસ રાજકોટ માટે અતિ ભારે રહ્યો : મોડી રાત્રે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા : શાંતવન સોસાયટીમાં રહેતા 40 વર્ષીય રવિરાજસિંહ જાડેજા અને તુલીપ એપાર્ટમેન્ટમાં રહેતા 54 વર્ષીય દિનેશભાઇ દેડકીયાને કોરોના વળગ્યો :લોકો ફફડી ઉઠ્યા : શહેરમાં કુલ 187 કેસ થયા : જિલ્લામાં 142 કેસ મળીને કુલ કેસની સંખ્યા 329 થઇ access_time 12:11 am IST