Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

બુદ્ધ મૂર્તિને રક્ષિત સ્મારક જાહેર કરો

બૌદ્ધ સમાજ રાજકોટ દ્વારા કલેકટરશ્રીના માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદન આપવામાં આવ્યું છે. અયોધ્યા જિલ્લાના ફૈઝાબાદ ઉત્તર પ્રદેશમાં ખોદાણકામ દરમ્યાન પૌરાણિક બુદ્ધ પ્રતિમાઓ, શિલાલેખ ધમ્મ ચક્ર વગેરે બૌદ્ધ સમયના અવશેષો પ્રાપ્ત થઇ રહ્યા છે જેનું ઐતિહાસિક દ્રષ્ટિએ ખુબજ મહત્વ હોય  આ સ્થળનું ખોદકામ તાત્કાલીક અસરથી રોકવામાં આવે અને તેનું ઉત્ખનન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એ.એસ.આઇ.) દ્વારા કરાવવામાં આવે છે અને આ સ્થળને એ.એસ.આઇ.ના અધિકાર ક્ષેત્રમાં આખી રાષ્ટ્રીય સ્મારકના રૂમમાં સંરક્ષિત કરવામાં આવે. તેવી માંગણી કરેલ. અંતે પ્રજ્ઞારત્નની આગેવાનીમાં સુર્યસેન તથાગત, સંઘસેન બૌદ્ધ, કિશોરભાઇ રાઠોડ, જીતેન્દ્રભાઇ મહિડા, અનિત્ય બૌદ્ધ અને દિપંકર સુમન એ આવેદન આપ્યું હતું.

(4:08 pm IST)