Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રેલ કર્મચારીઓના ડી.એ. ફ્રીજ કરવા મામલે રાજકોટમાં જબ્બર વિરોધ પ્રદર્શન

ખાનગીકરણ બંધ કરવા, એનપીએસ બંધ કરી ઓપીએસ ચાલુ કરવા ઉઠી માંગ : હિરેન મહેતા

રાજકોટ તા. ૩ : રેલ કર્મચારીઓના ડી.એ. ફ્રીજ કરવા સામે રાષ્ટ્રવ્યાપી દેખાવોના અપાયેલ એલાન અનુસંધાને આજે રાજકોટમાં રેલ કર્મચારીઓએ જબ્બર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘના ડીવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાએ જણાવેલ છે કે એન.એફ.આઇ.આર.ના મહામંત્રી ડો. એમ. રાઘવૈયા અને ડબલ્યુઆરએમએસના મહામંત્રી દાદા મહુરકરજીના આહવાન મુજબ દેશભરમાં રેલ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરેલ. તે અંતર્ગત રાજકોટમાં બહોળી સંખ્યામાં રેલ કર્મચારીઓએ ઉપસ્થિત થઇ આક્રોશ વ્યકત કર્યો હતો.

ખાસ કરીને ડીએ/ડીઆર ફ્રીજ કરેલ છે તે પરત કરવા, એનપીએસ બંધ કરી ઓપીએસ (ઓલ્ડ પેન્શન સ્કીમ) ચાલુ કરવા, ખાનગીકરણ બંધ કરવા, શ્રમ કાયદામાં બદલાવ ન કરવા સહીતના મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.

આ વિરોધ પ્રદર્શનમાં હિરેન મહેતાના નેતૃત્વમાં કેતન જાની, મયુરસિંહ, જસ્મીન ઓઝા, હિતેષ જાની, ચેતન ઉપાધ્યાય, મુકેશ મહેતા, ડી.એસ. શર્મા, આર.એસ. ચૌધરી, અભિષેક રંજન, રાજેશ મીના, કપીલ ઓઝા, રાજેશ મહેતા, ડી. ઝાલા, અંકિત મહેતા, કેતન ભટ્ટી, સમીર પંડયા, સમસુદીન, સતીષ વ્યાસ, જતીન જોશી, જયરાજસિંહ, મનોજ અગ્રવાલ, વિષ્ણુ ગઢવી, રાજુ મહેતા, પંકજ ભટ્ટ, દાસ ગોપાલ વાણીયા, મહિલા પાંખના અવની ઓઝા, ધર્મિષ્ઠા, પુષ્પા ડોડીયા, વિક્રમબા, જયશ્રીબેન સોલંકી, હીના જોષી, મુમતાઝબેન, માલતીબેન, જયોતિ મહેતા, પન્નાબા, અવની દુબ્બર, રૂપમ, શાંતુ મશવાણા, દયા રાનોલીયા, કિરણ, મધુ કારીયા, પ્રજ્ઞા કારીયા, અન્નપૂર્ણાબા, મંજુલા આર. વગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા.

'મોદી તેરી દાદાગીરી નહી ચલેગી', 'પીયુષ ગોહીલ તુમ હોશમેં આઓ', 'રોજી રોટી દે ન શકી વો સરકાર નિકમ્મી હૈ' જેવા નારાઓ લગાવવામાં આવ્યા હતા.

તસ્વીરમાં સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કરી રહેલ રાજકોટ રેલ્વેના કર્મચારીઓ નજરે પડે છે.

(4:05 pm IST)