Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

અબુડીયા ટબુડીયા ટોળકીનું વધુ એક કારસ્તાનઃ પટેલ કારખાનેદાર સાથે ૧.૧૬ લાખની ઠગાઇ

રાજકોટ તા.૩ : શહેરમાં અલગ-અલગ વેપારીઓનો સોશ્યલ મીડીયા મારફતે મોબાઇલ નંબર મેળવી ધંધા બાબતેની વાતચીત કરી વિશ્વાસમાં લઇ વેપારીઓ પાસે મોટા પ્રમાણમાં માલ મંગાવી છેતરપીંડી આચરનારા અબુડીયા ટબુડીયા ગેંગે વધુ એક પટેલ કારખાનેદાર સાથે ૧,૧૬,૦૩૭ ની છેતરપીંડી આચર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રીંગ બીગબજાર પાછળ ગુલાબ વિહાર સોસાયટી શેરી નં.૬માં રહેતા અને સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયા-૧માં 'જયકો પંપ એન્ડ સ્પેર' નામનું કારખાનું ધરાવી સબમર્સીબલ પંપ તથા તેના સ્પેર પાર્ટસનું વેચાણ કરતા દૈનિકભાઇ બાવનજીભાઇ કાલરીયા (ઉ.૪૦) એ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણ વર્ષ પહેલા પતે પોતના કારખાને હતા. ત્યારે પોતાના મોબાઇલમાં ફોન આવેલ અને તેણે પોતાનુ નામ રમેશ કરશનભાઇ પઢીયાર ગામ પીઠડ તા. જોડીયા જણાવી પોતે ખેતીકામ કરતો હોવાનું જણાવ્યું હતું. અને તે ેપોતાના ગામમાં સબમર્શીબલ પંપની દુકાકન ચાલુ કરવાની હોવાનું જણાવી વેચાણ માટે બે સબમર્સીબલ પંપ અને પાઇપ વગેરેની ખરીદી કરવાની હોવાનું જણાવતા પ્રથમ પોતે તેન ેપૈસા આપી અને માલ મોકલવાનું કહેતા તેણે અગાઉ પોતાની પાસે સબમર્સીબલ પંપ ખરીદ કરેલ હોવાનું જણાવી પોતાને વિશ્વાસમાં લઇ હાલમાં બે સબમર્સીબલ પંપ અને એચ.ડી.થી પાઇપ તથા એસએસ નીપલ ચાર તથા કોપર કેબલ અને એલ એન્ડ ટી સ્ટાર્ટર-ર ખરીદ કરવાના હોવાનું જણાવી અને રીક્ષામાં પીઠડ પહોંચાડી છે પોતે રીક્ષાવાળાની સાથે પેમેન્ટના થતા પૈસા મોકલી આપીશ તેમ કહી પોતાને વિશ્વાસમાં લઇ લીધા હતા બાદ પોતે તા.ર૩/૪/ર૦૧૯  ના રોજ પોતે રીક્ષામાં માલસામાન ભરી પીઠડ ગામમાં પહોંચાડતા રીક્ષા ચાલકે ફોન કરતા રમેશે કરેલી જગ્યાએ  રીક્ષા ચાલકે માલ ઉતારી દીધેલ બાદ રમેશ પૈસા પોતાના ઘરે હોવાનું કહી રીક્ષા ચાલકને પોતાના ઘરે લઇ ગયો હતો બાદ ત્યાંથી રમેશે તેને તેના કાકાના ઘરેત્યાંથી  મિત્રના ઘરે જઇ પૈસા આપવાનું કહી રમેશ ત્યાં ગયા બાદ પરત ન આવતા રીક્ષા ચાલકે ફોન કરતા રમેશનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો બાદ રીક્ષા ચાલકે જયાં માલ ઉતાર્યો ત્યાં જઇને જોતા માલ પણ ગાયબ હતો આથી રમેશ પઢીયારે છેતરપીંડી કર્યાની ખબર પડી હતી. બાદ પોતે રમેશ પઢીયારનો અવાર - નવાર ફોનમાં સંપર્ક કરી પૈસા અને માલ બાબતે પૂછતા તે ગલ્લાતલ્લા કરતો હતો તેણે પૈસા અને માલ પણ પરત ન આપી રૂ.૧,૧૬૦૩૭ ની છેતરપીંડી આચરી  હોવાનું જણાવ્યું છે.

જો કે તાલુકા પોલીસ મથકમાં રમેશ કરશન પઢીયાર અને રમણીક ચમન પઢીયાર અને ભરત વાઘજી પરમાર પકડાયા હોવાનું જાણવા મળતા પોતે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ જે.એસ. ચંપાવતે તપાસ હાથ ધરી છે.

(3:12 pm IST)