Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સ્વદેશી અપનાવવાનો સંદેશો પ્રસરાવતી શોર્ટ ફિલ્મ

પ્રધાનમંત્રીશ્રીએ આત્મનિર્ભર અને સ્વદેશી રહેવા શરૂ કરેલ ચળવળને બળ મળે તેવા આશય સાથે યુ-ટયુબ ચેનલ ચેન્જીંગ વીન્ડસ દ્વાા હોલી આઇડીયાસ પ્રોડકશનના સહયોગથી અદ્દભુત શોર્ટ ફિલ્મ 'સ્વદેશી અપનાવો, દેશ બચાવો' શીર્ષક હેઠળ બનાવવામાં આવી છે. મુંબઇના પરેશ હીંગુ લિખિત આ શોર્ટ ફિલ્મ વંદના કાનાબાર દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે. દિગ્દર્શન હર્ષિલ કાનાબારે કરેલ છે. સીનેમેટોગ્રાફી યોગેશ સોલંકીએ અને અભિનય શિવલાલ સુચક, મહેશભાઇ કોટેચા, વિશાલ પાંભર, પાવક ઉનડકટ, કૌશલ રાઠોડ, ધ્રુવીલ કાનાબાર, પારસ લીંબાસીયા, નિરવ પાંભરે આપેલ છે. ચેન્જીંગ વીન્ડસ યુ-ટયુબ ચેનલ પર આ શોર્ટ ફિલ્મ નિહાળી શકાશે.

(3:11 pm IST)