Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સહયોગ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ

ધરતીમાં ને હરીયાળા કરવાના હેતુ સાથે સહયોગ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા ન્યારાની સીમમાં વૃક્ષા વાવેતરનું આયોજન કરેલ. જેમાં પડતર જમીનને લેવલ કરી, વૃક્ષો વાવી, રક્ષણ માટે લોખંડનાં પિંજારાની સગવડતા સાથે વૃક્ષ વાવેતર કર્યુ. વૃક્ષ વાવેતર પહેલા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના મિત્રો અને ગામ લોકો સહયોગ ફાઉન્ડેશનના પ્રમુ વિરાભાઇ હુંબઇ દ્વારા આવકાર આપવામાં આવેલ. પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન વી.ડી. બાલા, ગુલાબદાન બારોટ અને મુકેશભાઇ દોશીએ કરેલ, આભાર વિધિ ડો. ધીરજ ટીલાળાએ કરેલ. સભાનું સંચાલન નીલેશભાઇ દેસાઇએ કરેલ. વૃક્ષ વાવેતરની શરૂઆત કુલ ૧૦૦ વૃક્ષો વાવી કરેલ દર વર્ષે ૧૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ સહયોગ ફાઉન્ડેશન તરફથી વ્યકત થયેલ. હાલ નવરંગ નેચર કલબ સાથે રહીને પડધરી અને વાંકાનેર તાલુકાના ગામડાઓમાં જઇ, દરેક ગામમાં પ૦૦ રોપા વિનામૂલ્યે આપવાની પ્રવૃત્તિ શરૂ છે. કુલ ર૦૦ ગ્રામમાં દેસી કુળના વૃક્ષો આપવાના છે. વૃક્ષારોપણના કાર્યક્રમ વખતે પધારેલ મહેમાનોને સ્વાગતપીણા તરીકે લીલા નાળીયેર (ત્રોફા) પીવડાવેલ. વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના શિવલાલભાઇ આદ્રોજા, મુકેશભાઇ દોશી, ડો. મયંકભાઇ ઠક્કર, ધર્મેશભાઇ જીવાણી, પ્રતાપભાઇ પટેલ, ડો. નિદીતભાઇ બારોટ, કિરીટભાઇ આદ્રોજા, કાથડભાઇ ડાંગર, રમેશભાઇ સરપંચ (ન્યારા) પધારેલ. કાર્યક્રમને સફળ બનાવવા ચંદુભાઇ હુંબલ, વિરાભાઇ હુંબલ (મો.૯૮૭૯પ ૯પ૬ર૪), નિલેશભાઇ દેસાઇ, રાજુભાઇ મિયાત્રા, જીતેશભાઇ પટેલ અને ડો. ધીરજભાઇ ટીલાાળાએ જહેમત ઉઠાવેલ.

(3:10 pm IST)