Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રવિવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ફકત ઇનર સર્કલ દ્વારા પરંપરા અનુસાર ગુરૂ વંદના સાથે ગુરૂપુજન

સરકારી નિયમ અનુસાર ગુરૂ પુજન : બાકીના સન્યાસીઓ ઘરે રહીને ગુરૂ પૂજન કરશે : નિર્વાણ સન્યાસી ભારતીબેન સંઘવી (માં પ્રેમ નિરવા) તથા સ્વામિ રસીકભાઇ થાનકીને હૃદયાંજલી સાથે પુષ્પાંજલી

રાજકોટ : એશોના સૂત્ર  ''ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગોત્ર''ને સાર્થક કરવા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન કીર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રાદયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૫ વર્ષોથી ૨૪ કલાક ઓશો પ્રવૃતિથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર છે.

આગામી તા.૫ને રવિવારના રોજ ગુરૂપુર્ણિમાં નિમિત્તે ઓશો ઇનર સર્કલ (૩૦ વ્યકિત) દ્વારા  સવારે ૮:૩૦ વાગ્યે ગુરૂપુજન સાથે ગુરૂ વંદના કરવમાં આવશે. કોરોના સંક્રમક પરિસ્થિતીને નજરમાં રાખી શિબિર કેન્સલ કરેલ છે. ત્યારબાદ સાંજે ૭:૩૦ થી ૮ ગુરૂ વંદના સાથે ગુરૂ પુજન કરવામાં આવશે. ઓશો ઇનર સર્કલમાં ૬ વ્યકિતઓ છે જેમાં ૩ સવારે અને ૩ સાંજના ગુરૂ પુજન કરશે.

બાકીના બધા ઓશો સન્યાસી તથા ઓશો પ્રેમીઓ ઘર પર રહીને ગુરૂ પૂજન કરશે. ગુરૂ પુજન સાથે નિર્વાણ ઓશો સન્યાસીની ભારતીબેન પી.સંઘવી (માં ધ્યાન નિરવા) તથા રસીકભાઇ થાનકીને હૃદયાજંલી સાથે પુષ્પાંજલી અપર્ણ કરશે. નિવાર્ણ સ્વામિ રસીકભાઇ થાનકીના સાનિધ્યમાં કીર્તન કરવું એ ધ્યાનની ગહરાઇમાં ઉતરી સમાધીનો લ્હાવો લેવા જેવો હતો. ઓશોના જુના સન્યાસીની ભારતીબેન પી. સંઘવી ઓશોા કાર્યો સાથે સંકળાયેલા હતા.

અત્રે એ નોંધનીય છે કે ૧૯૮૬માં રાજકોટમાં સૌ પ્રથમ ઓશોના પુસ્તકોની લાઇબ્રેરી તથા ઓશોના ઓડિયો-વિડીયો કેસેટની લાઇબ્રેરી ક્રિએટીવ ચેમ્બર, બસસ્ટેશન પાછળ ભારતીબેન પી. સંઘવી તથા સ્વામિ દેવકાંતે ''તથાગત'' શ્રી રાજનીશ લાઇબ્રેરી એવમ્ ઓડીયો-વીડીયો કલબ નામ થી સેન્સ જજ દ્વારા ઉદ્ઘાટન કરાવી ચાલું કરેલ.

સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર , ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજની પાસે, ૪ વૈદવાડી, ડી માર્ટની પાછળની શેરી, રાજકોટ

વિશેષમાહિતી : સ્વામિ સત્ય પ્રકાશ : ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ : ૯૮૨૪૮ ૮૬૦૭૦.

(3:09 pm IST)