Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

માધાપર પાસેથી જયસુખ વાઘેલા દારૂની નવ બોટલ સાથે પકડાયો

ગાંધીગ્રામ પોલીસનો દરોડો : આર્મીમેન પાસેથી લઇ આવ્યો હોવાનું કોળી શખ્સનું રટણ

રાજકોટ, તા. ૩ :  જામનગર રોડ માધાપર ગામના ગેઇટ પાસેથી ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે કોળી શખ્સને દારૂની નવ બોટલ સાથે કોળી શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીસી પી.કે. દીયોરાની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ. કે. એ. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર. એસ.પટેલ, હેડ કોન્સ. રાહુલભાઇ વ્યાસ, અમીનભાઇ કરગથરા, કિશોરભાઇ ધુધલ અને શિવભદ્રસિંહ જાડેજા સહિત પટ્રોલીંગમાં હતા ત્યારે અમીનભાઇ કરગથરા અને કિશોરભાઇ ધુધલને મળેલી બાતમીના આધારે માધાપર ગામ નાગેઇટ પાસેથી જયસુખ ધનજીભાઇ વાઘેલા (ઉ.વ.ર૩) (રહે. માધાપર ગામ) સિધ્ધીનાથ સોસાયટી શેરી નં. ૧) ને રૂ. ૭૮પ૭ની કિંમતની દારૂની નવ બોટલ સાથે પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા દારૂની બોટલ તે કોઇ આર્મીમેન પાસેથી લઇ આવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે.

જયારે બીજા દરોડામાં એએસઆઇ જયસુખભાઇ હુંબલ અને કોન્સધારાભાઇ વાનરીયા સહિતે નિર્મળા રોડ પર પારસ સોસાયટી શેરી નં. ૧માંથી ઓમ મનોજભાઇ કલ્યાણી (ઉ.વ.ર૧) (રહે. જીવરાજ પાર્ક સિલ્વર સ્ટાર એપાર્ટમેન્ટ ફલેટ નં. ર૦ર) ને દારૂની એકબોટલ સાથે પકડી લીધો હતો.

એકસેસમાંથી દારૂના ૧ર ચપલા કબ્જે

તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એનડી ડામરો, હેડ કોન્સ. હર્ષદસિંહ, અરજણભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે નાના મવા મેઇન રોડ જડુસ હોટલ પાસેથી જી.જે. ૧૦ સી.સી.૭ નંબરના એકસેસમાંથી દારૂના ૧ર ચપલા કિંમત રૂ.૧ર૦૦ના મળી આવતા દારૂ અને એકસેસ કબ્જે કરી કૌશીક મનસુખભાઇ ચાવડાની શોધખોળ આદરી છે.

(3:07 pm IST)