Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

કોટેચા ચોક પાસે અને કૃષ્ણનગરમાં જીમ ખુલ્લુ રાખનારા સંચાલક તથા ટ્રેનર સહિત ૩પ લોકો પકડાયા

રાજકોટ, તા. ૩ :  કોરોના મહામારી અંતર્ગત તંત્ર દ્વારા અનલોક-રમાં રાત્રે વેપાર-ધંધા બંધ રાખવા અને બીન જરૂરી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાત્રે કોટેચા ચોક પાસે ફીટને જીમ ખુલ્લુ રાખનાર સંચાલક અને કૃષ્ણનગર મેઇન રોડ પર ટાઇગર જીમના ટ્રેનર સહિત ૩પ લોકોને પકડી કાર્યવાહી કરી હતી.

એ-ડીવીઝન પોલીસે ત્રીકોણ બાગ ચોક પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળી જાહેરમાં થુકનારા હાર્દિક હસમુખ ચોટલીયા, મહિલા કોલેજ અંડરબ્રીજ પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળેલા ભરતસિંહ અભેસિંહ જાડેજા, રામનાથપરા ગરૂડ ગરબી ચોકમાંથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા મિતેષ નિલેષભાઇ મલસાતર તથા થોરાળા પોલીસે પોલીસ સ્ટેશન સામેથી સાગર અજુભાઇ શીયાળ, ભાવનગર રોડ અતુલ સર્કલ પાસેથી પ્રવિણ બાબુભાઇ બારૈયા તથા ભકિતનગર સર્કલ પાસેથી નિરવ મહેશભાઇ અમીપરા, જીતુ ચંદુભાઇ પારેખ સુનીલ પરસોતમભાઇ જાનીયાણી, રણજીતસિંહ વનરાજસિંહ જાડેજા, વિશાલ મુકેશભાઇ મકવાણા તથા કુવાડવા પોલીસે સાત હનુમાન ચેક પોસ્ટ પાસેથી મયુર ગોરધનભાઇ પરમાર, તથા આજી ડેમ પોલીસે લાયાસરી રોડ ઋષી પ્રસાદ સોસાયટી પાસેથી સાહિદ ઇકબાલભાઇ પઠાણ, માંડાડુંગર આરોગ્ય કેન્દ્રની સામેથી કિશન રતાભાઇ બાવરીયા, માંડાડુંગર ભવાની કોમ્પ્લેક્ષ સામેથી આનંદ મહેશભાઇ મારૂ તથા માલવીયાનગર પોલીસે સ્વામીનારાયણ ચોક પાસે કૃષ્ણનગર મેઇન રોડ પર આવેલા ટાઇગર જીમ ખુલ્લુ રાખનાર નરેન્દ્ર ઉર્ફે નયન વિનોદભાઇ બકરાણીયા તથા ગાંધીગ્રામ પોલીસ કોટેચા ચોક પાસે આવેલ ફીટનેશ ફાઇવ જીમ ખુલ્લુ રાખનાર સંચાલક વિમલ નરેન્દ્રભાઇ ગાંગડીયા, બજરંગવાડી શેરી નં.રમાં શ્રીનાથજી ડેરી ફાર્મ નામની ડેરી ખુલ્લી રાખનાર વેપારી જીજ્ઞેશ કેશુભાઇ સંચાણીયા અને શીવમ જનરલ સ્ટોર ખુલ્લો રાખનાર અમીત નરંજનભાઇ મોદી, રૈયા રોડ કનૈયા ચોક પાસેથી  રવી રાજેશભાઇ સોલંકી તથા તાલુકા પોલીસ  દોઢસો ફૂટ રોડ પુનિતનગરના ટાંકા પાસેથી મુન્નો ઉર્ફે પરશુરામ પુન્નતભાઇ ચૌહાણ, અખીલેશ પુન્નતભાઇ ચૌહાણ, ગોલુ ઉર્ફે સુનિલ ફુલચંદભાઇ કશ્યપ, બાપા સીતારામ ચોક પાસેથી પરેશ પ્રભાતભાઇ જનોડ, હિતેષ વિનોદભાઇ સોલંકી, કાલાવડ રોડ, જડુસ હોટલ પાસેથી અભીરાજસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ, ગૈરવ દિલીપભાઇ પારેખ, દિપક રમેશભાઇ પારેખ, ધવલ જયેશભાઇ રાઠોડ અને ભાવેશ કિશોરભાઇ માંડલીયા તથા યુનિવર્સિટી પોલીસે રામાપીર ચોકડી પાસેથી કેતન નટવરલાલ દતાણી તથા તાલુકા પોલીસે ચેતન ભરતભાઇ પીપળીયા, શૈલેષ લાલજીભાઇ બરવાડીયા, સંદીપ પરસોતમભાઇ વીરડીયા, ફેનીલ મહેશભાઇ વેકરીયા, તથા રજનીભાઇ પરસોતમભાઇ ફળદુને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:03 pm IST)