Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

જડેશ્વર સોસાયટીમાં કોળી શખ્સના મકાનમાં જુગાર રમતા પાંચ પકડાયા

મકાન માલીક મુકેશ ઉર્ફે મહેશ, રમેશ, રવુ, ધાંધલ, હીરા કોઠીવાર અને મહેન્દ્ર ખાચરની ધરપકડ

રાજકોટ તા. ૩ : શહેરની ખોખડદડ નદીના કાંઠે જડેશ્વર વેલનાથ મફતીયાપરામાં કોળી શખ્સ સંચાલીત જુગારધામ પર આજીડેમ પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા. મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.એસ.પટેલ, કનકસિંહ, ઘનશ્યામસિંહ, ધર્મેન્દ્રસિંહ, હેડ કોન્સ ઇન્દ્રસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા તથા શૈલેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કનકસિંહ અને કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે વેલનાથ મફતીયાપરા શેરી નં.૩માં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક મુકેશ ઉર્ફે મહેશ ધીરૂભાઇ વાઘેલા (ઉ.રપ), જડેશ્વર વેલનાથ મફતીયાપરા શેરી નં. ૧ના રમેશ તરશીભાઇ રોજાસરા (ઉ.૪૦), રવુ પોલાભાઇ ધાંધલ(ઉ.૩૭), શેરી નં. ૪ના હીરા કારાભાઇ કોઠીવાર (ઉ.૪પ) અનેમહીકા પાસે રઘુનંદન પાર્કના મહેન્દ્ર વાસ્કુભાઇ ખાચર (ઉ.પ૧) ને પકડી લઇ રૂ.૩૭,૮૦૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

(3:02 pm IST)