Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ફલાઇટ કેન્સલ કર્યા બાદ ટિકીટની રકમ પરત નહિ કરતા સ્પાઇસ જેટ અને બુકિંગ એજન્ટ સામે ફરીયાદ

ટિકીટ કેન્સલ થતા થયેલા માનસિક ત્રાસ અંગે ગ્રાહક કોર્ટમાં નુકશાન વળતર માંગ્યું

રાજકોટ, તા. ૩ :  રાજકોટના રહીશ મહમદભાઈ હાસમભાઈ લાખાણી, ઠે. છોટુનગર હાલ નજીક,  રૈયારોડ, રાજકોટનાએ સોહિલ બહાદુરભાઈ હેમાણી - પ્રોપરાઈટર ઓફ નમ્રતા સાયબર  કાફે, ઠે. 'અંબાઆશિષ' શોપિંગ સેન્ટર, હનુમાન મઢી નજીક, છોટુનગર હોલ સામે, રાજકોટના  સામે તથા સ્પાઈસજેટ લી. ગુડગાંવ તથા રાજકોટ ઓફિસને જોડી, ગ્રાહક તકરાર નિવારણ  ફોરમ સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. 

ફરીયાદની વિગતો મુજબ ફરીયાદી, રાજકોટમાં રહે છે અને બેંકમાં નોકરી કરે છે.  જયારે સોહિલભાઈ હેમાણી કે જે રેલ્વે તથા અલગ-અલગ એરલાઈન કંપનીના એજન્ટ  દરજજે એર ટીકીટનું બુકીંગ કરે છે. જયારે સ્પાઈસજેટ લી. પબ્લીક લી. કંપની ડોમેસ્ટીક તથા  ઈન્ટરનેશનલ એવીએશન બિઝનેસ સાથે જોડાયેલ છે. જેની ફ્લાઈટ દ્વારા ટ્રાન્સપોટેશન  સર્વિસ પુરી પાડે છે.

ફરીયાદો તથા તેના ફેમીલીને તા. ૨૩/૦૬/ર૦ના રોજ પુના થી અમદાવાદની એર  ટ્રાવેલ કરવાની હોય, સોહિલ હેમાણી મારફત તા. ૧૦/૦૩/૨૦ર૨૦ના રોજ રૂમ. ૧૩,૦૨૪/-  ચુકવી એર ટીકીટ બુક કરાવડાવેલ, ત્યાર બાદ અચાનક તા. ૨૨/૦૫/ર૦ર૦ના રોજ સ્પાઈસજેટ તરફથી ફરીયાદીને એસ.એમ.એસ. આવેલ કે, 'શેડયુલ'માં ચેન્જ થવાને કારણે તેઓએ તા.  ર૩/૦૬/ર૦ની ફ્લાઈટ રદ કરેલ છે અને હવે તે બુકીંગ એમાઉન્ટ ઉપર તા. ૩૧/૦૩/૨૦૨૧  સુધીમાં સમાન પેસેન્જર ટ્રાવેલ કરી શકશે.   

આ પ્રકારનો મેસેજ આવતા ફરીયાદીએ બુકીંગ એજન્ટ સોહિલ હેમાણીનો સંપર્ક કરી,  જણાવેલ કે,  તેઓ વારંવાર એરટ્રાવેલ કરતાં નથી અને કંપની દ્વારા એર ટીકીટ કેન્સલ કરી  નાખવામાં આવેલ હોય તો હવે ભવિષ્યમાં કંપનીએ જણાવેલ અવધિમાં એર ટ્રાવેલ કરવાનો  કોઈ પ્રસંગ રહેતો નથી. જેથી એર ટીકીટની બુકીંગ એમાઉન્ટ પરત આપો. 

જેના જવાબમાં બુકીંગ એજન્ટએ જણાવેલ કે તેઓ એક ટીકીટબુક કરી કમીશન મેળવેલ છે.  જેથી કેન્સલેશનની કોઈ કાર્યવાહીમાં જવાબદારી લેવા તેઓ તૈયાર નથી કે ફરીયાદી પાસેથી  એર ટીકીટની જે રકમ વસુલેલ છે. તે પરત આપવાની તેની જવાબદારી નથી. આ પ્રકારના  જવાબ મળ્યા બાદ ફરીયાદી મહમદભાઈએ વકીલ મારફત નોટીસ સ્પાઈસ જેટ લી. તથા  સોહિલ હેમાણીને પાઠવેલ, જેનો સોહિલ હેમાણીએ ઉડાઉ પ્રત્યુતર પાઠવેલ પરંતુ કોઈ રકમ  ચુકવેલ નહીં અને સ્પાઈજેટ લી. દ્વારા તો કોઈ પ્રત્યુતર આપવાની પણ દરકાર કરવામાં  આવેલ નથી. જેથી ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરીયાદી મહમદભાઈ લાખાણી દ્વારા  એર ટીકીટની રકમ, ચુકવેલ રકમ ઉપરનું વાજ, વકીલ ફી તથા શારીરીક ત્રાસ તાપને કારણે  થયેલ નુકશાનની રકમ ડુલ રૂ. ૩૩,૮૦૫/- વસુલવા ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.  ઉપરોકત કેસમાં અરજદારો વતી વિકાસ કે. શેઠ, બ્રિજ શેઠ, અલ્પા શેઠ, રાજદિપ  દાસાણી તથા વિવેક ધનેશા, રાજ રતનપરા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે. 

(3:00 pm IST)