Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

રાજકોટમાં નવા ચાર કેસ

પંચાયત ચોક નજીક, ગોંડલ ચોકડી પાસે , જલારામ-૩માં તથા અમીન માર્ગ સહિતનાં વિસ્તારમાં ૪ પુરૂષને કોરોનાઃ કુલ કેસ ૧૮૯ થયાઃ ૧૨૭ દર્દીઓ સાજા થયા

રાજકોટ,તા.૩: શહેરમાં ગઇ કાલે કોરોનાએ હાહાકાર મચાવતા અ..ધ...ધ...ધ.. ૧૧ પોઝીટીવ કેસ નોંધાયા બાદ ગઇ કાલ મોડી રાત્રે પંચાયત ચોકનાં ૪૦ વર્ષીય યુવાન અને ગોંડલ ચોકડી પાસેનાં ૫૮ વર્ષીય પુરૂષ તથા આજે સવારે જલારામ-૩માં રહેતા ૭૯ વર્ષીય વૃધ્ધ અને અમીન માર્ગ વિસ્તારનાં ૩૫ વર્ષીય યુવાન સહિત આજે ૪ કેસ નોંધાયા છે. આજે નવા કેસ નોંધાતા શહેરનો કુલ આંક ૧૮૯એ પહોંચ્યો છે. ૧૨૭ દર્દીઓ સાજા થયા છે.

મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે તા.૩ ના રોજ શહેરમાં નોંધાયેલ ૪ કોરોના પોઝીટીવ કેસની વિગત આ મુજબ છે.જેમાં (૧) રવિરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.૪૦),બ્લોક નં. એ-૯, મોમાઇ કૃપા, શાંતિવન સોસાયટી-૨, પંચાયતનગર ચોક નજીક, (૨) વજુભાઈ મગનભાઇ સાનુરા (ઉ.વ.૫૮),રિદ્ઘિ સિદ્ઘિ સોસાયટી શેરી નં.-૧, ગોંડલ ચોકડી નજીક, (૩) અતુલભાઈ ચીમનલાલ મોદી (ઉ.વ.૭૯),'પંકજ', જલારામ-૩, શેરી નં. ૨, ઈન્દીરા સર્કલ, (૪) યશ રમેશભાઈ પાડલીયા (ઉ.વ.૩૫)વાલકેશ્વર એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. ૯૦૧, અમીન માર્ગનો સમાવેશ થાય છે.

શહેરમાં આજ દિન સુધીમાં કુલ ૧૮૯ કેસ નોંધાયા છે. જ્યારે ૧૦ મૃત્યુ થયા છે. ૧૨૭ દર્દીઓ સાજા થયા છે. હાલ પર દર્દીઓ સારવાર હેઠળ છે.

(2:55 pm IST)