Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વર્ષાઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગોથી બચવા અને મેલેરિયાને અટકાવવાના ઉપાયો

પીવાના અને ઘરવપરાશના પાણી ભરેલા ટાંકાને ઢાંકણા કે જાડા કપડાથી બાંધી રાખવા : સાફસફાઇ રાખવી

 રાજકોટ : વર્ષાઋતુનું આગમન થઇ ચુકયું છે. ત્યારે આ સમયગાળામાં મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. ખાસ કરીને એનોફીલિસ મચ્છરોના ઉપદ્રવથી ફેલાતા મેલેરિયાના રોગને કાબૂમાં રાખવા માટે અને મચ્છરજન્ય રોગોથી બચવા કેટલીક તકેદારી રાખવી આવશ્યક છે.

 મચ્છરોની ઉત્પત્ત્િ। અટકાવવા માટે આ સમયગાળા દરમિયાન પીવાના તેમજ દ્યર વપરાશના પાણી ભરેલા ટાંકા-ટાંકી કે કોઠીને હવાચુસ્ત ઢાંકણા અથવા જાડા કપડાંથી બંધ રાખવા, પાણીની ટાંકી, કોઠી, કુંડી તમામને દર અઠવાડિયે ખાલી કરવી તથા ફુલદાન, કુલર, સીમેન્ટની ટાંકીઓના પાણી દર ચોથા દિવસે ખાલી કરી અંદરની સપાટી કાથીની દોરી વડે ઘસી બરાબર સાફ કરી સુકવીને પછી જ ઉપયોગમાં લેવી અને ચુસ્ત ઢાંકણથી બંધ રાખવી, બંધ પડેલી ગટરોની સાફ-સફાઇ કરાવી લેવી. આજુબાજુમાં ઉગેલું દ્યાસ કઢાવી લઇ તેનું ડસ્ટીંગ કરાવી લઇને મચ્છરની ઉત્પતિ સ્થાનોનો નાશ કરવો.

 આ ઉપરાંત પાણીના સ્થળો પર પોરા/લાર્વાઓનો નાશ કરવો. પાણીની મોટી ટાંકીઓમાં પોરાભક્ષક માછલી મૂકવી અને ઘરમાં રોજ સવાર-સાંજ લીમડા અને લીલા ઘાસનો ધુમાડો કરી બારી-બારણાં ત્રીસ મિનિટ બંધ રાખવા જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય. મચ્છરના ઉપદ્રવથી બચવા દવાયુકત મચ્છરદાનીનો ઉપયોગ કરવો.

(11:26 am IST)