Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

આજથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ : શિવ મંદિરોમાં પૂજન અર્ચન : મંગળવારે જાગરણ

રાજકોટ : આજથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે. યુવતિઓને સારો વર અને સારૂ ઘર પરિવાર મળે તેવી કામનાથી આ વ્રત કરવામાં આવતુ હોય છે. બે દિવસ પહેલા નાની બાળાઓના મોળાકત વ્રતનો આરંભ થયા બાદ આજે મોટી યુવતિઓના જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. નવા વસ્ત્ર પરિધાન કરી હાથમાં જવારા લઇ બાળાઓ વ્રતનું પૂજન કરવા નિકળી પડી હતી. મહાદેવજીના મંદિરોમાં આજે ગોરમાના સ્થાપન કરી વ્રતનું પૂજન કરવામાં આવેલ. પાંચ દિવસ નમક વગરના મોળા ભોજન સાથેના એકટાણા કર્યા અંતિમ દિવસે રાત્રી જાગરણ કરી વ્રતનું સમાપન કરવામાં આવે છે. તસ્વીરમાં ગોરમાનું અને શંકર પાર્વતીનું પૂજન કરતી નાની મોટી બાળાઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:26 am IST)