Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

કોરોના કેસ વધતા રાજકોટની સ્ટાર કોવીડ હોસ્પિટલમાં બેડ ખૂટી પડયા

રાજકોટ, તા. ૩ : રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થતા મવડી ચોકડી નજીક આવેલી સ્ટાર કોવીડ હોસ્પિટલમાં દર્દીઓ માટે જગ્યા ખૂટી પડી છે.

મવડી ચોકડી પાસે જુની સહયોગ હોસ્પિટલ ખાતે સ્ટાર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જયાં દર્દીઓની સારવાર ડો. જયેશ ડોબરીયા, ડો. મિલાપ મશરૂ, ડો. જીગર પાડલીયા, ડો. વિરલ મોરી, ડો. દર્શન જાનીની ટીમ કરી રહી છે.

સિનર્જી હોસ્પિટલ ખાતે હાલ ૩પ કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. અગાઉ ૭ દર્દીઓ સ્વસ્થ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

(11:23 am IST)