Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

કુવાડવામાં કટલેરીની દુકાનમાં દારૂની ૧૫૬ બોટલસાથે વેપારી કૈલાશ કોળી પકડાયો

કુવાડવા પોલીસની બાતમી : ધીરૂ કાઠીનું નામ ખુલતા શોધખોળ

રાજકોટ તા ૦૩  : કુવાડવા ગામમાં કટલેરીની દુકાનમાં કુવાડવા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૧૫૬ બોટલ સાથે કોળી વેપારીને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કુવાડવા પોલીસ મથકના પી.આઇ. પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.કે. ઝાલા તથા  અજીતભાઇ, દેવુભા બુટાભાઇ, મનીષભાઇ, દીલીપભાઇ, હેમરાજસિંહ, રાજેશભાઇ અને હરેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે દેવુભાને મળેલી બાતમીના આધારે કુવાડવા ગામમાં શકિત હોટલની પાછળ કોળી વાસમાં રહેતા કૈલાશ કેશુભાઇ પીપળીયા (ઉ.વ.૩૨) ની કટલેરીની  દુકાનમાં દરોડો પાડતા તેમાંથી  રૂા ૬૨,૪૦૦/- ની કિંમતની દારૂની ૧૫૬ બોટલ મળી આવતા પોલીસે દુકાન માલીક  કૈલાશ પીપળીયાની ધરપકડ કરી રૂા ૬૨,૪૦૦ની માલમતા કબજેકરી હતી. પોલીસે તેની પુછપરછ કરતા ધીરૂ કાઠી નામનો શખ્સ દારૂનો જથ્થો મુકી ગયો હોવાનું જણાવતા તેની શોધખોળ આદરી છે.

રૈયા રોડ પર ધનરાજ કારમાં પીધેલો પકડાયો

પીસીઆર ના ઇન્ચાર્જ કોન્સ. શિવભદ્રસિંહ જાડેાજા તથા ટ્રાફીક બ્રીગેડ પરેશભાઇ ચાવડા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રૈયા રોડ, કનૈયા ચોક પાસેથી જીજે-૩ સીઆર ૮૮૩૪ નંબરની સેન્ટ્રો કારનો ચાલક જોર જોરથી હોર્ન વગાડી સર્પાકાર રીતે ચલાવી નિકળતા તેને રોકી તેની પાસે લાયસન્સ અને કારના કાગળો માગ્યા હતા અને તેનું નામ પુછતા તેણે પોતાનું નામ ધનરાજ મહેન્દ્રભાઇ નિમાવત (ઉ.વ.૩૨) (રહે. નિર્મલા રોડ, પારસ સોસાયટી પાસે, પ્રકાશ સોસાયટી શેરી નં.૪) દારૂ પીધેલી હાલતમાં હોઇ, તેથી પોલીસે પકડી લઇ એ.એસ.આઇ. જયસુખભાઇ હુંબલે તપાસ હાથ ધરી છે.

(3:50 pm IST)