Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

કુંવરજીભાઇ ભાજપના જોડાતા રાજકોટમાં કોળી સમાજ દ્વારા વધામણાં 'ચુનારાવાડ ચોકમાં ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચી

કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. અને મંત્રીપદના શપથગ્રહણ કર્યા હતા ત્યારે રાજકોટના ચુનારાવડ ચોકમાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને ફટાકડા ફોડી મીઠાઈઓ વેંચી એકમેકના મોઢા મીઠા કરાવ્યા હતા
 અત્રે  ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલ કુંવરજી બાવળીયાએ રાજ્યના કેબિનેટમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. ભાજપ સાથે જોડાયાના માત્ર 4 કલાકમાં જ તેમને મંત્રીપદ મળતા કોળી સમાજમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
 બાવળીયાના શપથ ગ્રહણ સમારોહમાં તેમના પરિવાર સહિત સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જે અંતર્ગત રાજકોટ શહેરના કોળી સમાજ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી

(8:28 pm IST)