Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

બક્ષીપંચ સમાજનો સામાજીક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થાય તે માટે ભાજપા સરકાર સજજ, સમાજના વિકાસનો ઉજાશ થશે

ઓ.બી.સી.નિગમના ચેરમેન નરેન્દ્રબાપુની અધ્યક્ષતામાં બેઠકઃ ૫૪૬ લાખની રીકવરી અને ૨૪૪ લાખની ફાળવણી

રાજકોટઃ રાજયના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના સર્વાગિ વિકાસ માટે ભાજપના નેતૃત્વવાળી પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકારે અનેક પ્રજાહિતલક્ષી પગલાં લીધા છે અને રાજયમાં પ્રત્યેક ખુણે વસતા દરેક વર્ગના લોકોને વિકાસનો લાભ મળે એવા કલ્યાણકારી સંનિષ્ઠ પ્રયાસ રાજયની ભાજપા સરકાર દ્વારા થયા છે. ત્યારે પછાત વર્ગોના વિકાસ માટે રાજયની ભાજપા સરકારે સતત પ્રયત્નશીલ રહી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રબાપુ સોલંકીની અધ્યક્ષતામાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની બેઠકમાં બક્ષીપંચના ૨૪૩ શૈક્ષણિક અરજીઓ લાભાર્થીઓ પસંદગી સમિતિમાં મંજુર કરેલ હતા. તેમજ શૈક્ષણિક લોન યોજનામાં તા.૧/૧/૧૮ થી ૩૦/૫/૧૮ દરમ્યાન શૈક્ષણિક લોનના ૨૩૭ લાભાર્થી અને ધંધા વ્યવસાયના ૪ લાભાર્થીઓને મળી કુલ ૨૪૩ લાભાર્થીઓને રૂ.૨૪૪ લાખની ફાળવણી કરી ચુકવણું કરવામાં આવી હતી. આ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમનો એન.બી.સી.એફ. ડી.સી. નવી દિલ્હીએ નેશનલ એન્યુઅલનો રૂ.૨૧ કરોડનો એકશન પ્લાન મોકલવામાં આવેલ. આ ઉપરાંત રૂ.૫૪૬ લાખની કુલ રીકવરી તેમજ રૂ.૨૪૪ લાખની ફાળવણી કરવામાં આવેલ હતી.

આ તકે નરેન્દ્રબાપુ સોલંકીએ જણાવ્યું હતું કે બક્ષીપંચ સમાજનો સામાજીક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થાય તે માટે ભાજપા સરકાર સજજ બની છે અને પછાતવર્ગોનું જીવનધોરણ ઉંચુ લાવવા અને તેમને આજીવિકાની તકો પૂરી પાડવા માટે, યુવાનોને ઉપયોગી અને રોજગારલક્ષી તકો ઉપલબ્ધ થાય તેવી તકોના નિમાર્ણ થકી સમાજના વિકાસનો ઉજાશ કરવા સતત પ્રયત્નશીલ છે. આમ સરકારશ્રી દ્વારા ઓ.બી.સી. નિગમને આપવામાં આવતા લાભો વધુને વધુ ઓ.બી.સી. સમાજનો મળે તે માટે આવનારા દિવસોમાં જિલ્લાવાઈઝ તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં નરેન્દ્રબાપુ સોલંકીની અધ્યક્ષતામાં એમ.ડી.અલગોતરસ, સમાજ કલ્યાણ અધિકારી પટેલ તેમજ ચેરમેનના પી.એસ.નિલેશભાઈ ચૌહાણ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:08 pm IST)