Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

લોકમેળામાં સ્ટોલના ભાડા - ફી નહી વધે

આજે સાંજે કલેકટરના અધ્યક્ષ પદે મીટીંગ : હરરાજીમાં કાર્ટેલ નહી થવા દેવાય

રાજકોટ તા. ૩ : રાજકોટ કલેકટર શ્રી રાહુલ ગુપ્તાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે લોકમેળો જ્યાં દર વર્ષે યોજાય છે ત્યાં જ રેસકોર્ષમાં જ યોજાશે, કોઇ નવી બાબત અંગે તેમણે કહ્યું કે, મારા માટે લોકમેળામાં પ્રથમ વર્ષ છે, મને સિસ્ટમ - યોજના સમજવા દો... બાદમાં વિચારાશે.

તેમણે નિર્દેશ આપ્યો હતો કે, આ વખતે લોકમેળામાં સ્ટોલના ભાડા વધારવાની કે યાંત્રિક સ્ટોલમાં લોક મનોરંજન અંગે જે ફી લેવાય છે, તેમાં વધારવાની કોઇ યોજના નથી.  આજે સાંજે ૫ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે લોકમેળા કમિટિની પ્રથમ મીટીંગ મળી રહી છે, ગયા વખતે ૧ કરોડ ઉપરની રેકર્ડ બ્રેક આવક થઇ હતી, યાંત્રિક સ્ટોલની હરરાજીમાં કાર્ટેલ ન થાય તે અંગે સીટી પ્રાંત-૧ને કહેવાશે અને સીટી પ્રાંત-૨ તેમની ખાસ મદદમાં રહેશે તેવો નિર્દેશ કલેકટરે આવ્યો હતો.  ખાનગી મેળાને અપાતી આડેધડ મંજૂરી અંગે તેમણે ઉમેર્યું હતું કે, કલેકટર તંત્ર મંજૂરી નથી આપતું, ખાલી ટેમ્પરરી બીનખેતી માટે જ મંજુરી અપાય છે, ખાનગી મેળાને ૧ મહિનાની મંજુરી પોલીસ તંત્ર દ્વારા અપાય છે, સતત એક મહીનો ટ્રાફિક, વોઇસ પોલ્યુશનનો પ્રોબ્લેમ ન રહે તે અંગે આ વખતે લીમીટેડ દિવસો માટે ખાનગી મેળાને મંજુરી અપાય તે અંગે શહેર પોલીસ તંત્રનું ધ્યાન દોરાશે.(૨૧.૩૦)

(3:51 pm IST)