Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

સંતોષીનગરમાં ભાવના કોળીએ કલેશને કારણે ફિનાઇલ પીધું

પતિ ગુજરી ગયા પછી દિયરવટુ કર્યુ'તું: હાલમાં માવતરે છે

રાજકોટ તા. ૩: પોપટપરા જેલ પાછળ સંતોષીનગર-૪માં રહેતી ભાવના દેવજીભાઇ અદગામા (ઉ.૨૭) નામની કોળી યુવતિએ સવારે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

ભાવનાના માતા લક્ષ્મીબેનના કહેવા મુજબ તેણીના લગ્ન જીવાપર થયા હતાં. પતિના અવસાન પછી દિયરવટુ કર્યુ હતું. જો કે એ પછી મનમેળ ન થતાં સાતેક વર્ષથી તે માવતરે છે. તેણીને ત્રણ સંતાન પણ છે. બીજા એક યુવાન સાથેના પરિચય બાબતે ઘરમાં કલેશ થતાં તેણીને માઠુ લાગી જતાં પગલુ ભર્યાની શકયતા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(12:24 pm IST)