Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

જ્‍યાદા ખુજલી હો તો ચલે આના અપને પાસ, હમ ખુજલી મિટા દેંગે

ગુજરાતના પ્રવાસે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્‍દ્રકૃષ્‍ણ સ્‍વામીએ પોતાના પ્રવાસના અંતિમ દિવસે ગઇકાલે રાજકોટમાં પોતાના વિરોધીઓ માટે આ શબ્‍દો કહ્યા : તેમને રીતસરની ચેલેન્‍જ જ આપી દીધી

રાજકોટ  તા. ૩ વાણી, વર્તન, વ્‍યવહાર અને ચમત્‍કારને કારણે દેશભરમાં જબરદસ્‍ત પોપ્‍યુલર થતા જતા બાગેશ્વર ધામના ધીરેન્‍દ્રકૃષ્‍ણ સ્‍વામીના વિરોધીઓ પણ દિવસે-દિવસે વધતા જાય છે ત્‍યારે પોતે વિરોધીઓ માટે શું માને છે એ વિશે કહેતાં બાબાએ રાજકોટમાં કહ્યું કે ‘યે ફેમસ હોને કા નયા તરીકા હો ગયા હૈ... ક્‍યા હૈ, બાગેશ્વર ધામ કા નામ લો, ચેલેન્‍જ દે દો ઔર ફેમસ હો જાઓ. સો અબ સબ ફેમસ હોને કે લિએ બાગેશ્વર ધામ ઔર હમારા નામ લિયા કરતે હૈં...'

ધીરેન્‍દ્રકૃષ્‍ણ સ્‍વામીએ પોતાના વિરોધીઓ માટે એમ પણ કહ્યું કે ‘અત્‍યાર સુધી અનેક વખત અમે પુરવાર કરી દીધું કે જેકંઈ છે એ બાલાજીના આશીર્વાદ છે, પણ એમ છતાં જો તેઓ ન માનતા હોય... અભી ભી ઉનકો ખુજલી હો, જયાદા ખુજલી હો તો ચલે આના અપને પાસે. હમ ખુજલી મિટા દેંગે. હમ મેં ક્ષમતા નહીં હૈ, પર હમારે બાલાજી મેં બહોત ક્ષમતા હૈ... વો ઉસકે માલ કે બાલ તક બતા દેંગે. આ જાએ, પર આયે સબ કે સામને, તાકી ઉસકી એકેક બાત સબ કે સામને રખ્‍ખી જાએ...'સનાતન ધર્મમાં આસ્‍થા ધરાવવાની વાત કરીને પણ સાધુ-સંતોના વિરોધ કરનારાઓ માટે બાગેશ્વર ધામ સરકારે કહ્યું કે ‘યે દોગલી નીતિ છોડો, બહોત પાપ પડેગા ઔર લોગ જૂતોં સે મારેંગે... હમ કહેંગે, ઐસી દોગલી નીતિવાલોં કો પીટો...'

(12:24 pm IST)