Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

વોર્ડ નં. ર નાં ચુડાસમા પ્લોટમાં ગંદા પાણીનું વિતરણ થતા દેકારોઃ તાબડતોબ સમસ્યા ઉકેલાઇ

બ્રિજના કામ અન્વયે ડ્રેનેજ લાઇન શીફટ કામગીરીના કારણે એક શેરીમાં ખરાબ પાણી આવતા લોકોમાં ગભરાટઃ વોર્ડનાં કોર્પોરેટરોએ યુધ્ધના ધોરણે સમસ્યા હલ કરાવી

રાજકોટ તા. ૩ :.. વોર્ડ નં. ર નાં ચૂડાસમા પ્લોટની શેરીમાં ગટરનાં પાણી વાળું પાણી વિતરણ થતા લતાવાસીઓમાં જબરો દેકારો બોલી ગયેલ અને રોગચાળાનો ભય ફેલાયો હતો. જો કે આ બાબતે વોર્ડ નં. ર નાં કોર્પોરેટરો મનીષ રાડીયા, જયમીન ઠાકર, ડો. દર્શિતા શાહ, સોફીયાબેન દલને જાણ થતા તેઓએ આ તાત્કાલીક સ્થળ પર જેટીંગ મશીન મોકલી પાઇપ લાઇન સાફ કરાવીને સમસ્યા ઉકેલી હતી.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરનાં હાર્દ સમા રૈયા રોડ પર આમ્રપાલી ફાટકે રેલ્વ તંત્ર દ્વારા અન્ડરબ્રીજની કામગીરી કરવામાં આવી રહી છે. જો અન્વેય મ્યુ. કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં ડ્રેનેજની લાઇન શીફટીંગનું કામ ચાલી રહ્યુ છે. ત્યારે વોર્ડ નં. ર માં ચુડાસમા પ્લોટ વિસ્તારમાં ગઇકાલે ભુગર્ભ ગટર સાફ કરવામાં ગઇકાલે જેના કારણે આજ સવારે આ વિસ્તારની અક શેરીમાં થોડીવાર ગંદુ પાણી આવતા વિસ્તારવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.

આ સમસ્યા હલ કરવા લતાવાસીઓએ વોર્ડ નં. ર ના કોર્પોરેટરોને જાણ કરતા તેઓએ વોર્ડનાં ઇજનેરોને આ પ્રશ્ન તાકિદે ઉકેલવા જણાવ્યું હતું.

વોર્ડનાં ઇજનેરો દ્વારા યુધ્ધનાં ધોરણે કામગીરી કરવામાં આવી હતી. આ શેરીમાં જોટિંગ મશીનથી લાઇન સાફ કરવામાં આવી હતી.

(4:05 pm IST)