Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

આશાવર્કર અને ફીલ્ડવર્કરોને ફેસશિલ્ડનું વિતરણ

રાજકોટઃ વૈશ્વિક કોરોના મહામારી ચાલી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા કર્મચારીઓ કોરોના મહામારી અંતર્ગત ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના આશાવર્કર બહેનો અને ફીલ્ડવર્કર ભાઇઓ પણ આ કામગીરી કરી રહેલ છે. જેના અનુસંધાને એલ.જી.ઇલેકટ્રોનીકસના સહયોગથી આપવામાં આવેલ ફેસશિલ્ડ આજરોજ આશાવર્કર અને ફીલ્ડવર્કરોને મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, નાયબ આરોગ્ય અધિકારી ડો. ભૂમિ પીપળીયા તથા એલ.જી.ઇલેકટ્રોનિકસના મેનેજરના હસ્તે ટોકન રૂપે આપવામાં આવેલ. એલ.જી. ઇલેકટ્રોનીકસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ૪૩૦ આશાવર્કર બહેનો અને ૧૩૦ ફીલ્ડવર્કર ભાઇઓને ફેસશિલ્ડ આપવા બદલ પદાધિકારીઓએ આભારની લાગણી વ્યકત કરેલ.

(4:01 pm IST)