Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સફાઇ કોન્ટ્રાકટનાં ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં બેદરકારી સબબ પર્યાવરણ ઇજનેરને નોટીસ

કોન્ટ્રાકટ પુર્ણ થતો હોવા છતાં અગાઉથી ટેન્ડરો પ્રસિધ્ધ કેમ ન કર્યા મ્યુ. કમિશનરે ખૂલાશો પુછયો

રાજકોટ તા. ૩ :.. મ્યુ. કોર્પોરેશનમાં પાર્ટ ટાઇમ સફાઇ કામદારોનાં મેનપાવર કોન્ટ્રાકટનાં ટેન્ડરો પ્રસિધ્ધ કરવામાં બેદરકારી સબબ પર્યાવરણ ઇજનેર નિલેષ પરમારને મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલની સુચનાથી   ડે. મ્યુ. કમિશનરે શો-કોઝ નોટીસ ફટકારી છે.

આ શો-કોઝ નોટીસમાં જણાવાયુ છે કે વોર્ડ નં. ૧૧ માં પાર્ટ ટાઇમ સફાઇ-કચરો ઉપાડવાની કામગીરીનો મેન પાવર કોન્ટ્રાકટ પી. એમ. એન્ટરપ્રાઇઝને ૧-૮-ર૦૧૮ થી ૩૧-૭-ર૧૯૯ સુધી અપાયેલ. આથી ૩૧-૭-ર૦૧૯ પહેલા આ કોન્ટ્રાકટનાં ટેન્ડરો પ્રસિધ્ધ કરવાના થાય પરંતુ ટેન્ડર પ્રક્રિયા નહી થતાં. ચાલુ કોન્ટ્રાકટર પી.એમ. એન્ટરપ્રાઇઝ પાસે વર્ક ઓર્ડરની મુદત પુર્ણ થયા બાદ પણ વિશેષ ૬ મહીના એટલે કે ૩૧-૩-ર૦ર૦ સુધી કામગીરી લેવામાં આવી આ બાબતે સ્ટેન્ડીંગ કમીટીએ ઠરાવમાં સ્પષ્ટ નોંધ્યું છે કે આ કોન્ટ્રાકટમાં કોન્ટ્રાકટની મુદત પુર્ણ થાય તે પહેલા અને ત્યારબાદ પણ કોન્ટ્રાકટની નિયુકિત અંગે કોઇ કાર્યવાહી થયેલ નથી જે વહીવટી દ્રષ્ટીએ યોગ્ય નથી.

આમ ટેન્ડર પ્રક્રિયા સમય મર્યાદામાં થઇ નથી. ત્યારે આ અંગે જરૂરી સ્પષ્ટતા કરવા અને ફરજમાં બેદરકારી અંગે દિવસ-૧૦ માં ખુલાસો કરવા નોટીસનાં અંતે જણાવાયું છે.

(3:57 pm IST)