Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

દસ સ્થળે પોલીસના દરોડા : જુગાર રમતા પ૮ ઝડપાયા

રાજકોટ, તા. ૩: શહેરના અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડી દસ સ્થળેથી પ૮ શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયા, જે.એસ. ગેડમ, અસ.આર. ટંડેલ અને પી.કે. દીયોરાની સુચનાથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જુગારના કેસો શોધી કાઢવા અંગેની સૂચના આપતા બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ એએસઆઇ કે.યુ. વાળા તથા હેડ કોન્સ. જગેન્દ્રસિંહ જાડેજા અને હોમગાર્ડના જીજ્ઞેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમીના આધારે રણછોડનગર શેરી નં.ર૩માં દરોડો પાડી યુનિવર્સિટી રોડ પુષ્કરધામ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં રહેતા કિરીટ નારાયણ હીંડોચા (ઉ.૪પ), રામાપીર ચોકડી પાસે, ગૌતમનગર શેરીનં.૩ના હિતેશ વલ્લભભાઇ પોપટ, આજીડેમ ચોકડી રામપાર્કના સંદીપ મુકેશભાઇ પીત્રોડા (ઉ.૩૩), યુનિવર્સિટી રોડ જલારામ સોસાયટીના પંકજ પ્રવિણ ચંદ્રભાઇ પારેખ (ઉ.વ.પ૪) અને રણછોડનગર સોસાયટીના નારણ બચુભાઇ લુણાગરીયા (ઉ.પ૪)ને પકડી લઇ રૂ. ૧૦૩પ૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એલ. બારસીયા તથા જયદીપસિંહ સહિતે બાતમીના આધારે સંતકબીર રોડ, ગોકુલનગર આવાસ યોજનાના કવાર્ટર બ્લોક નં. આઇ.રૂમ નં.૩૦પમાં દરોડો પાડી જુગાર રમતા કવાર્ટરના માલીક દિનેશ ઉકાભાઇ કોળી (ઉ.૪ર), ગંજીવાડાના રમેશ ખોડાભાઇ બારીયા (ઉ.૩૬), ગોકુલનગરના નરેશ જેઠાભાઇ ખાનીયા (ઉ.૩પ), બાલકૃષ્ણ સોસાયટીના કમલેશ લઘાભાઇ મુછાળા (ઉ.૬૧), ગોકુલનગર આવાસ કવાર્ટરના ભરત મગનભાઇ સરવૈયા (ઉ.૩૦), ભગીરથ સોસાયટીના વલકુ નજકુ ઉર્ફે નાગઝભાઇ બસીયા (ઉ.૩૦), ગોકુલનગર કવાર્ટરના વિપુલ છગનભાઇ સરવૈયા (ઉ.રપ), દિનેશભાઇ ભલાભાઇ સરવૈયા (ઉ.૩૮) અને મુકેશ અમરશીભાઇ ઝાલા (ઉ.૩૬)ને પકડી લઇ રૂ. ૧૬૦૪૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

કુવાડવા પોલીસે ૧૧ શખ્સોને પકડયા

કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ.સી. વાળાના માર્ગદર્શન હેળ પીએસઆઇ બી.પી. મેથલાતર તથા હેડ કોન્સ. જે.એમ. ઝાલા, શૈલેષગીરી, રાજેશભાઇ, દિલીપભાઇ, નિલેષભાઇ તથા મનિષભાઇએ ડેરોઇ ગામ પાસે દીલીપ જીવણભાઇ ચાવડાની વાડીમાં દિલીપ જીવણભાઇ ચાવડા (ઉ.ર૯) તથા હરેશ બેચરભાઇ ચાવડા (ઉ.રપ), સાયર દેવશીભાઇ વીરમગામા (ઉ.ર૭), રણજીત વજાભાઇ ચાવડા (ઉ.૩૦), પ્રકાશ ભુપતભાઇ ચાવડા (ઉ.રપ),મનુ જીવાભાઇ ચાવડા (ઉ.૪૦) અને ભરત ભીખુભાઇ ચાવડા (ઉ.રર) ને પકડી લઇ રૂ. ૧૪૧૮૦ની રોકડ કબ્જે કરી હતી. જયારે બીજા દરોડામાં હડમતીયામાં દરોડો પાડી જુગાર રમતા રાજુ જેસીંગભાઇ કોળી (ઉ.૩૩), પ્રકાશ વિનોદભાઇ મકવાણા (ઉ.ર૬), દિપક મગનભાઇ મકવાણા (ઉ.૩પ) અને રાજેશ રઘુભાઇ મકવાણા (ઉ.૪૧)ની ધરપકડ કરી રૂ.૧પ૦૦ની રોકડ કબ્જે કરી હતી.

આજી ડેમ પોલીસે ચારને દબોચ્યા

આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ. પરેશભાાઇ સાંગાણી તથા પુથુભાઇ રાઠોડ સહિતે વડાળી ગામમાં દરોડો પાડી જૂગાર રમતા ગોરધન સવસીભઇ હાંડા (ઉ.પ૩), રણછોડ સવસીભાઇ હાંડા (ઉ.પ૭), ગોવિંદ વાલજીભાઇ મુંછડીયા (ઉ.પપ), જગદીશ મેઘાભાઇ ડાભી (ઉ.ર૮) અને સાગર ધનજીભાઇ હાંડાને પકડી લઇ રૂ. ૧૦પ૭૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

તાલુકા પોલીસે ચારને ઝડપી લીધા

તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, એએસઆઇ તૃષાબેન બુહા તથા હોમગાર્ડના ધિરેનભાઇ અને જીઆરડી રીતેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ તૃષાબેન બુહાને મળેલી બાતમીના આધારે કૈલાશ-પાર્ક સોસાયટી શેરી નં. ૩ માં દરોડો પાડી જૂગાર રમતા કૈલાસ પાર્ક સોસાયટીના અજય મનસુખભાઇ સંખાવરા (ઉ.ર૪), ગોવિંદરત્ન ગ્રીન સીટી શેરી નં. ૧ ના જયદીપ દિનેશભાઇ ગજેરા (ઉ.ર૧), નંદનવન સોસાયટીના સતીષ વલ્લભાઇ કોટડીયા (ઉ.ર૩) અને ગોવિંદરત્ન ગ્રીનસીટીના રવિ દિનેશભાઇ ગજેરા (ઉ.ર૦) ને પકડી લઇ રૂ. ૩૪પ૦ રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

યુનિવર્સિટી પોલીસે કવાર્ટરમાંથી પ ઝડપાયા

યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર. એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. વી. રબારી તથા જેન્તીગીરી, રાજેશભાઇ, પુષ્પરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમીના આધારે રાણીમા રૂડીમા ચોક આવાસના કવાર્ટરના બાબુ રામજીભાઇ જાદવ (ઉ.૪૦), રૈયાધાર ઇન્દીરાનગરના રમેશ હરીભાઇ ચાવડા (ઉ.૪૦), રૈયાધાર ટાઉનશીપ આવાસ બારમાળીયા કવાર્ટરના ચંદુ તુલસીભાઇ મકવાણા (ઉ.૩૦), દલા આલાભાઇ પરમાર (ઉ.૪૩), અને વિનોદ ભીખાભાઇ જોષી (ઉ.૩૦) ને પકડી લઇ રૂ. ૧૦પપ૦ ની રોકડ કબ્જે કરી હતી.

ક્રાઇમ બ્રાંચે ર૦ ને દબોચ્યા

ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ. વી. સાખરા, પીએસઆઇ સી. એમ. ચાવડા, હેડ કોન્સ. મોહસીનખાન, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ, દિપકભાઇ ડાંગર, યોગીરાજસિંહ જાડેજા કિરતસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતાં.

ત્યારે મહેશભાઇ, નિશાંતભાઇ અને દીપકભાઇને મળેલી બાતમીના આધારે કુવાડવા રોડ વૃંદાવન સોસાયટી શેરી નં. ૩ માં મકાનમાં દરોડો પાડી જૂગાર રમતા મકાન માલીક અંકુર છગનભાઇ સગપરીયા (ઉ.ર૭), કિશોર છગનભાઇ ધમસાણીયા (ઉ.૪ર), મહેશ રત્નાભાઇ ડોબરીયા (ઉ.૪ર), હાર્દિક ગોરધનભાઇ ગોરડીયા (ઉ.ર૬), ધર્મેશ નાથાભાઇ માલાણી (ઉ.૩૯), જય રાજેશભાઇ સખાવત (ઉ.ર૩) અને ગુણવંત મોહનભાઇ લુણાગરીયા (ઉ.૪ર) ને પકડી લઇ રૂ. ૩૦૭૦૦ ની રોકડ કબ્જે કરી હતી. જયારે એએસઆઇ જયેશભાઇ સહિતે બાતમીના આધારે વિવેકાનંદ નગર શેરી નં. ૧૪ માં દરોડો પાડી જૂગાર રમતા મીતેશ જયંતીભાઇ બાવાજી (ઉ.૩૭), જયદીપ કિશોરભાઇ રાવલ, સુરેશ જેઠાભાઇ સોની (ઉ.૪૪), સંદીપ મહેન્દ્રભાઇ મકવાણા (ઉ.૩૪), વિજય ગલાભાઇ બાંભવા (ઉ.ર૪), વિશાલ મગનભાઇ કોરાટ (ઉ.ર૦), વિજય સંજયભાઇ (ઉ.ર૦), પ્રદીપ જમનાદાસભાઇ દાવડા (ઉ.૩૯), કલ્પેશ જયંતીભાઇ નાગરેચા (ઉ.૩૮), હિરેન રસીકભાઇ સોની (ઉ.રર) અને હિતેષ રાવતભાઇ મકવાણા (ઉ.૩૮) ને પકડી લઇ રૂ. ર૧૯૬૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. જયારે ત્રીજા દરોડામાં એએસઆઇ બી. આર. ગઢવી તથા અશોકભાઇ સહિતે જયુબેલી ચોક પાસેથી વરલીના આંકડા લખી જૂગાર રમાડતા અમીત ભીખાલાલ ગોહેલ (ઉ.વ.૪ર) (રહે. ગુજરાત ગૃહ નિમાર્ણ બોર્ડના ત્રણ માળીયા કવાર્ટર) ને પકડી લઇ રૂ. ૯પ૦૦ ની રોકડ કબ્જે કરી હતી.

(3:56 pm IST)